જીલ્લામાં પ્રથમ રાઉન્ડમાં પોણા ચારથી માંડી તેત્રીસ ટકા વરસાદ

0
497

જામનગર : અરબી સમુદ્રમાં રચાયેલ ચક્રવાતને લઈને જામનગર સહીત રાજયભરમાં સત્ર પહેલાના પખવાડિયાના ગાળામાં જ મોનસુનની શરૂઆત થઇ ગઈ છે. જામનગર જીલ્લાની વાત કરીએ તો જીલ્લામાં પોણા ચારથી માંડી તેંત્રીસ ટકા જેટલો વરસાદ પ્રથમ રાઉન્ડમાં પડી ગયો છે અને હજુ પણ જોર યથાવત છે. પરંતુ ગઈ કાલથી વરસાદે વિરામ લઇ લેતા પ્રથમ રાઉન્ડ પુર્ણાહુતી તરફ હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. પ્રથમ રાઉન્ડની વિસ્તારથી વાત કરીએ તો, જીલ્લાના છ તાલુકા પૈકી જામનગરમાં ૩૬ મીમી સાથે ૫.૨૨ ટકા, કાલાવડ તાલુકામાં ૧૦૫ મીમી વરસાદ સાથે ૧૮.૨૭ ટકા, લાલપુર તાલુકામાં ૧૩૯ મીમી સાથે ૨૦.૫૬ મીમી, જામજોધપુર તાલુકામાં ૨૧૯ મીમી વરસાદ સાથે ૩૩.૬૩ ટકા, ધ્રોલમાં ૬૧ ટકા સાથે ૧૧.૨૪ ટકા અને જોડિયા તાલુકામાં ૨૧ મીમી સાથે ૩.૭૫ ટકા વરસાદ પડ્યો છે. આમ જીલ્લામાં સૌથી વધુ જામજોધપુર અને સૌથી ઓછો વરસાદ જોડિયા તાલુકામાં પડ્યો છે. જોડિયા પછી જામનગર તાલુકામાં બીજા નંબરે ૫.૨૨ ટકા વરસાદ પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here