હોટેલમાં તોડફોડ કરનાર સખ્સની વાડીમાં ઘુસી બદલો લેતા સખ્સો

0
841

જામનગર નજીક મેઘનું ગામ પાસે આવેલ હોટેલમાં તોડફોડ કરી હોટેલમાં કામ કરતા મહિલા સહિતના ત્રણ વ્યક્તિની હત્યા નીપજાવવાનો પ્રયાસ કરનાર સખ્સોને કાનુન સબક શીખવે તે પૂર્વે જ પોતાની જાતે બદલો લેવા હોટેલ માલિક સહિતના ૧૫ થી ૨૦ સખ્સો  પીપળી ગામે આવેલ વાડીએ ઘસી જઈ આડેધડ તોડફોડ કરી ફર્નીચર અને વાહનો તેમજ અન્ય ચીજ વસ્તુઓમાં તોડફોડ કરી હતી. આ બનાવ અંગે મેઘપર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જીલ્લાના લાલપુર પંથકના રિલાયન્સ કંપની નજીક મેઘનું ગામના પાટીયા પાસે આવેલ હોટેલ પીઠડ કૃપામાં બે દિવસ પૂર્વે ઘસી આવેલ મેર સખ્સોએ એક મહિલા સહીત ત્રણ સખ્સો પર જીવલેણ હુમલો કરી મારામારી કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કરી હોટેલમાં તોડફોડ કરી હતી. આ ઘટનાની  મેઘપર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી ત્યાં જ આ ઘટનાનો બદલો લેવા હોટેલ માલિક કરમસુરભાઇ ચારણ રહે. પીપળી ફાટક પાસે તા.લાલપુર જી.જામનગર, સાજણભાઇ ચારણ રહે. પીપળી ફાટક પાસે તા.લાલપુર જી.જામનગર, ધના નાગાજણ ચારણ રહે. પન્ના નેશ તા.લાલપુર જી.જામનગર  નામના સખ્સો તથા તેની સાથેના આશરે ૧૫ થી ૨૦ માણસો ટોળા રૂપે ગઈ કાલે સાતેક વાગ્યે પીપળી ગામની સીમમાં આવેલ વનરાજભાઇ ઉર્ફે મયુરભાઇ સવદાસભાઇ ગોરાણીયા રહે. શાપરગામ, પોપટભાઇ ચક્કી વારાની બાજુમા તા.જી. જામનગર વાળાની વાડીએ ઘસી ગયા હતા અને લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા  સાથે વાડીએ પહોચેલ સખ્સોએ વાડીમા રાખેલ વાહનો, ફર્નીચર તથા અલગ-અલગ ચીજવસ્તુઓને નિશાન બનાવી તોડફોડ કરી નુકશાન પહોચાડ્યું હતું. આ બનાવ અંગે વનરાજભાઈએ આરોપીઓ સામે મેઘપર પોલીસમાં આઈપીસી કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૪૨૭,૫૦૪,૪૫૧ તથા જી.પી.એક્ટ ની કલમ;-૧૩૫ (૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓના ભાઈ મનોજભાઇ ઉર્ફે સંજય તથા તેની સાથેના માણસો એ આરોપી કરમસુર ચારણની જય પીઠળ પરોઠા હાઉસ નામની હોટલ પહોચી અહી કામ કરતા રાજુભાઇ મેર તથા તેના ફઇ તેમજ તેની માસીના દિકરા સાથે રોટલા બનાવવા બાબતે માથાકુટ કરી, મારામારી કરી, હોટલમા તોડ-ફોડ કરી નુકશાન પહોચાડ્યું હતું આ ઘટનાનો ખાર રાખીને હોટેલ માલિક સહિતના સખ્સોએ આ વારદાતને અંજામ આપ્યો હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવની ફરિયાદના આધારે પીએસઆઈ ડી એસ વાધેર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here