મેફેડ્રોન ડ્રગ્સ પ્રકરણમાં સપ્લાયરને મુંબઈથી દબોચી લેવાયો

0
964

જામનગર એસઓજી પોલીસે મુંબઇ ખાતેથી મેફેદ્રોન ડ્રગ્સ સપ્લાયરને પકડી પાડ્યો છે.11 દિવસ પૂર્વે ચેલા ગામેથી પકડાયેલ ડ્રગ્સ પ્રકરણમાં મુંબઈના સપલાયરનું નામ ખુલ્યું હતું. જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગર નજીકના ચેલા ગામે રહેતો ઈમ્તિયાઝ રશીદ લાખા નામના શખ્સને જામનગર એસઓજી પોલીસે રૂપિયા 3.50 લાખની કિંમતના 34 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. દરમિયાન એસઓજીએ આ શખ્સને પાંચ દિવસના રિમાન્ડ પર લઈ પૂછપરછ કરી હતી. જેમાં આ જથ્થો મુંબઈ રહેતા આસીફ ઉર્ફે આસીફ લાલા શાહબુદીન પીરાણી જાતે ખોજા ઉવ.૨૯ રહે. કે.કે.લેન્ડમાર્ક, બીલ્ડીંગ સેકટર ૨૩(ઇ) વહાલગાંવ, ઉલવા, પનવેલની બાજુમાં જીલ્લો રાયગઢ (મહારાષ્ટ્ર) મુળ રહે. રેલ્વે સ્ટેશન રોડ, ગુલનાર સોસાયટી, શેરી નંબર-૩, અંકલેશ્વર, જી.ભરૂચ વાળા શખ્સની સપ્લાયર તરીકેની ભૂમિકા સામે આવી હતી. જેને લઈને જામનગર એસઓજીની એક ટિમ મુંબઇ પહોંચી આરોપીનું લોકેશન મેળવ્યું હતું. જેમાં આરોપી વહાલગાંવ ઉલવા બસ સ્ટેન્ડ પાસે હોવાની હકીકત સામે આવતા પોલીસે ત્યાં પહોંચી આરોપીને દબોચી લીધો હતો. એસઓજીની ટીમે આરોપી આશીફ ઉર્ફે આસીફ લાલા પીરાણીનો કબજો સંભાળી, જામનગર લઈ આવીલા આગળની કાર્યવાહી માટે પંચકોષી “બી” ડિવીઝન પોલીસ સ્ટેશનને હવાલે કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here