ખંભાલિયામાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા પોલીસકર્મીના ઘરે રેડ, મીઠાપુરમાં મહિલાઓ પતા રમતા પકડાઈ

0
1015

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને હાલ સસ્પેન્ડ રહેલ પોલીસકર્મીના ઘરે પોલીસે દરોડો પાડી જુગારનો અખાડો પકડી પાડ્યો છે. જયારે મીઠાપુરમાં પણ સ્થાનિક પોલીસે દરોડો પાડી જુગાર રમતી મહિલાનો ખેલ બગાડી નાખ્યો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા પોલીસમાં ફરજ બજાવતો અને હાલ સસ્પેન્ડ રહેલ પીયુસ બગડાઈ પોતાના ખંભાળીયા શ્રીજી સાંનિધ્ય સોસાયટીની પાછળના મકાનમાં જુગાર રમાડતો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેને લઈને પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં આરોપી પોલીસકર્મી સહીત  સુરાભાઇ રાજાભાઇ કારીયા, દેવાભાઇ ખીમાભાઇ જામ, કરણસિંહ અજીતસિંહ વાધેલા, પ્રવિણભાઇ સવજીભાઇ નકુમ, મેમુનાબહેન મહમદભાઇ ઉમરભાઇ રૂંજા, રંજનબા અજીતસિંહ વાધજીભાઈ વાળા સખ્સો તીન પતિનો જુગાર રમતા પકડાયા હતા. પોલીસે આરોપીઓના કબજામાંથી રૂપિયા ૫૩,૭૦૦ની રોકડ અને ત્રણ મોબાઈલ સહીત રૂપિયા ૧,૭૪,૭૦૦નો  મુદ્દામાલ કબજે કરી તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી.

જયારે દ્વારકા તાલુકાના મીઠાપુર આરંભડા સીમ વિસ્તારમાં જય અંબે સોસાયટી અંબેમાના મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા બકુલભાઇ ભાનુભાઇ ગોકાણી, ભાવેશભાઇ ભુપેન્દ્રભાઇ રાઠોડ, વિજયભાઇ ચપકલાલ જટાણીયા, હેતલબેન હરીશભાઇ દતાણી, જયશ્રીબેન કાન્તીભાઇ ભુંડીયા, નેહલબેન વિજયભાઇ દતાણી, મીનાબેન મથુરદાસ દતાણી, નીર્મળાબેન પ્રવીણભાઇ ભુંડીયા નામના સખ્સોને સ્થાનિક પોલીસે રૂપિયા ૫૦,૭૫૦ની રોકડ અને પાંચ મોબાઈલ સહીત રૂપિયા ૬૪,૯૫૦ની મતા સાથે પકડી પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here