જોડિયા : વરસાદના પાણી ઘરમાં ઘુસ્યા,કેવી હાલાકીમાં મુકાયા નગરજનો, જુઓ વીડિયો

0
1217

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના જોડિયામાં આજે સાડા સાત ઇંચ ભારે વરસાદ પડ્યો છે. જેને લઈને તાલુકા મથકના નીચાણ વાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. અનેક સોસાયટીઓના ઘરોમાં પાણી ઘુસી જતા જનજીવન પર વિપરીત અસર થઈ છે.

જામનગરના જોડિયા તાલુકા મથકે ભારે વરસાદ પડ્યો છે. પરિણામે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. આ ઉપરાંત ડેમના પાણી છોડવામાં આવતા આ જ વિસ્તારો પ્રભાવિત થયા હતા. તાલુકા મથકમાં આવેલ  લક્ષ્મીપરા, નાના વાસ, બાલંભાનું નાકુ, રામરહીમ નગર, મોટાવાસ સહિતના આ વિસ્તારોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. અમુક ઘરમાં બે ત્રણ ફૂટ જેટલા પાણી ઘુસી જતા ઘરવખરીને પણ નુકશાની પહોંચી હતી. વરસાદી પાણી ઉપરાંત ઉપરવાસમાં આવેલ ઉંડ ડેમના પાણી છોડવામાં આવતા ફરી વખત તાલુકા મથકના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.

જુઓ વીડિયો… કેવી હાલાકીમાં મુકાયા રહેવાસીઓ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here