જામનગર : પૂર્વ કોર્પોરેટરે કોર્પોરેશન પરીસરમાં મણ મણની ચોપડાવી, કોને ? શા માટે ?

0
1387

જામનગર અપડેટ્સ : જામનગર મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર આજે બપોરે મહાનગરપાલિકાના પરિસરમાં પહોચી મોટે મોટેથી અભદ્ર ભાષા બોલવા લાગતા અરજદારોને મફતમાં મનોરંજન થયુ હોય એવું ચિત્ર ખડું થયું હતું. તાજેતરમાં પોલીસ કાર્યવાહી સબંધિત વાણી વિલાસ આચરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોર્પોરેશનના જ  કોઈ  કર્મચારીએ પોલીસને બાતમી આપી હોવાનો પૂર્વ કોર્પોરેટરનો ટોન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે ચોક્કસ કઈ બાબત હતી અને મહાનગરપાલિકાનો કર્મચારી કોણ ? એ બાબત સ્પષ્ટ થઇ નથી. પરંતું પૂર્વ કોર્પોરેટરના ઉગ્રતા ભર્યા વર્તનનો મુદ્દો મહાનગરપાલિકા પરિસરમાં ટોકિંગ પોઈન્ટ બન્યો છે.

જામનગર મહાનગર પાલિકા પરિસરમાં આજે બપોરે અરજદારો સહિતના લોકોની ચહલપહલ ત્યારે સ્થિર બની જયારે પૂર્વ કોર્પોરેટર આકરા પાણીએ થઇ ગયા, એકાએક આવી ગયેલ પૂર્વ કોર્પોરેટરે સીધો જ વાણી વિલાસ આચરવાનો શરુ કરી દેતા પરિસરનો ચહલપહલ આ તરફ દોરવાયો હતો. તાજેતરમાં સીટી સી ડીવીજન પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીનો રંજ હોવાનો પૂર્વ કોર્પોરેટરના વાણીવિલાસ અને મોટે મોટેથી બરાડાનો શુર હતો એમ નજરે જોનારા લોકોએ જણાવ્યું છે. જેમાં મહાનગરપાલિકાના એક કર્મચારીને સંબોધી વાણીવિલાસ આચરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે ચોક્કસ બાબત કઈ છે ? તે સ્પસ્ટ થયું નથી પંરતુ પાંચથી દસ મિનીટ સુધી ચાલેલ વાણીવિલાસને લઈને મહાનગરપાલિકાના પરીસરમાં આ મુદ્દો ટોકિંગ પોઈન્ટ બની ગયો છે.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here