ડુંગર ખોદયો : રાત્રે ચર્ચાઓ છેડાઈ પીએસઆઈ એસીબીની ટ્રેપમાં સપડાયા, પણ…

0
1687

જામનગર અપડેટ્સ : જામનગર એસીબીએ પખવાડિયા પૂર્વે મહિલા પોલીસ દફતરના પીએસઆઈ વતી લાંચ લેતા એક કોન્સ્ટેબલને પકડી પાડ્યા બાદ શુક્રવારે સાંજે વધુ એક પીએસઆઈ એસીબીની ટ્રેપમાં સપડાયા હોવાની બહુ ચર્ચાઓ જાગી હતી. બીજી તરફ એસીબી સુત્રોએ રાત સુધી કોઈ ફોડ નહિ પાડતા મામલો વધુ પેચીદો  બન્યો હતો. પરંતુ સવાર સુધી હજુ રહસ્યનું રહસ્ય જ રહ્યું છે.

જામનગર મહિલા પોલીસ દફતરના પીએસઆઈ ઉમાબેન ભટ્ટ વતી લાંચ લેતા કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ સપડાઈ ગયાને હજુ માંડ પખવાડિયું થયું નથી ત્યાં વધુ એક વખત પોલીસ વિભાગમાં એસીબીની નજર અટકી હોવાની ગઈ કાલે મજબુત ચર્ચાઓ વહેતી થઇ હતી. સીટી સી ડીવીજન પોલીસ દફતરમાં ફરજ બજાવતા એક પીએસઆઈ અને તેની સાથેનો વચેટીયો લાંચ લેતા પકડાઈ ગયા હોવાની સાંજે પાંચેક વાગ્યાથી આધાર વગરની ચર્ચાઓ શરુ થઇ હતી. મીડિયા જગતથી માંડી પોલીસવર્તુળમાં એસીબીની ટ્રેપને લઈને એકબીજા સતત ફોન પર એન્ગેજ રહ્યા હતા. બીજી તરફ એસીબીના જવાબદાર અધિકારી કે સ્ટાફનો કોઈ સંપર્ક નહિ થતા મામલો વધુ પેચીદો બન્યો હતો. પરંતુ એસીબીના સતાવાર સુત્રોનો મોડી રાત સુધી કોઈ સંપર્ક નહી થતા એસીબીની ટ્રેપ થઇ હોવાની શંકાઓ દ્રઢ થઇ હતી. પરંતુ આ લખાય છે ત્યાં સવાર સુધી ટ્રેપ અંગે કોઈ સતાવાર વિગતો બહાર આવી નથી. પરંતુ કાર્યકરણના સંબંધ મુજબ આ ચર્ચાને મૂલવીએ તો ધુમાડો હોય ત્યાં આગ હોય જ, એટલે કદાચ એસીબીની નજર સીટી સી ડીવીજન પર પડી હશે પણ સંજોગો ભેગા નહી થયા હોય કદાચ એવું પણ બની શકે, સત્ય જે હોય તે પણ એસીબીની ટ્રેપની ચર્ચાઓ છેક મોડે સુધી ચાલી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here