જામનગર અપડેટ્સ : જામનગર તાલુકાના ખંભાલીડા ગામે આજે શ્રમિક પરિવાર પર ત્યારે આભ તૂટી પડ્યું જ્યારે પરિવારના ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ કુવા અંદરથી સાંપડ્યા છે. શ્રમિક મહિલાએ પોતાના બાળકો સાથે કૂવો પૂર્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જો કે મહિલાનો બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. પારિવારિક કંકાસને લઈને આ ઘટના ઘટી હોવાનું પોલીસ સૂત્રો માંથી જાણવા મળ્યું છે.
છેક અન્ય જિલ્લામાંથી જામનગરના ખંભાલીડા ગામે પેટનો ખાડો પૂર્વ આવેલ શ્રમિક પરિવારનો હસતો ખેલતો પરિવારનો માળો પિંખાઈ ગયો છે. જેની વિગત મુજબ, મહિલાએ પોતાના ત્રણ સંતાનને સાથે રાખી કૂવામાં ઝંપલાવતા ત્રણેય બાળકોના મૃત્યુ નિપજ્યા છે જ્યારે માતાનો બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયરની ટિમ દ્વારા તાત્કાલિક દોડી જઇ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. પંચકોશી એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના પારિવારિક કલેસમાં સર્જાઈ હોવાનો પોલીસે પ્રાથમિક તારણ દરસાવી સચોટ કારણ જાણવા તાપસ હાથ ધરી છે.