જામનગર : દવાના વેપારીઓનું કરોડો રૂપિયા કરી નાશી ગયેલ આરોપી 4 વર્ષે પકડાયો, કેવું છે કૌભાંડ ? જાણો

0
791

જામનગર અપડેટ્સ : જામનગરમાં પેસ્ટીસાઈઝના વેપારના નામે કરોડો રૂપિયા ઉઘરાવી એક સખ્સ ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ ચાર વર્ષે આરોપી હાથ લાગ્યો છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. કેવું હતું કૌભાડ અને કેવી રીતે આચરવામાં આવ્યું છે કૌભાડ ? સમગ્ર વિગતો વિગતે જાણીએ,

જામનગરમાં ચાર વર્ષ પૂર્વે રણજીત સાગર રોડ પર અંબિકા એગ્રો સેન્ટર નામે જયેશ જોશી નામના સખ્સે હોલસેલ પેસ્ટીસાઈઝનો વેપાર શરુ કર્યો હતો. વધુ દવાનો જથ્થો ખરીદ વેચાણ માટે આ સખ્સે મોટી આવકની સ્કીમ ચલાવી જામનગરના અનેક વેપારીઓ સુધી પહોચ્યો હતો. નગરના મોટા વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં વેપાર કર્યો હતો. વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો દવાનો જથ્થો ખરીદ કરી વેપારી જયેશ જોશીએ પોતાની પેઢીને તાળા મારી દીધા હતા અને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આ સખ્સે સાત વેપારીઓને સીસામાં ઉતર્યા હતા. જેમાના એક વેપારીએ આરોપી સામે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. લાંબા સમય સુધી ફરાર રહ્યા સમયમાં આરોપીએ રાજકોટ, અમદાવાદ અને જુનાગઢ ખાતે પણ આવું જ તરકટ રચી કરોડો રૂપિયાનું કરી નાખ્યું હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન આ સખ્સને ભરૂચ પોલીસે પકડી પાડ્યો હતો અને જામનગર પોલીસને જાણ કરી હતી. જામનગર પોલીસે ભરૂચ પહોચી આરોપીનો કબજો સાંભળી, જામનગર લઇ આવી કોર્ટમાં રજુ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here