કમકમાટી : અકસ્માત એવો ગંભીર હતો કે ટ્રક ચાલકનો પગ જ કપાઈ ગયો, નિર્દોષ ચાલકનું મોત

0
670

જામનગર અપડેટ્સ : જામનગર નજીકના ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર-પડાણા ગામે  ગઇકાલે સર્જાયેલા બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક ટ્રકના ચાલકનું કમકમાટીભર્યુ મૃત્યું નિપજ્યું છે. ઘુટી ઉપરના સાથળના ભાગેથી પગ અલગ થઇ જતા ચાલકનું મૃત્યું નિપજ્યું છે.


જામનગરમાં જિલ્લામાં વધુ એક જીવલેણ અકસ્માતનો બનાવ નોંધાયો છે. જેની વિગત મુજબ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરના મેઘપર-પડાણા ગામ નજીક  આશાપુરા હોટલના સામેના રોડ પર ગત રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે આર.જે.19.જી.જી.5411 નંબરના ટ્રકના ચાલકે પોતાનો ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી, ઇન્ડીકેટર આપ્યા વગર રોડની ડાબી સાઇડે વાળી લેતા જી.જે.10 એકસ 9864 નંબરનો ટ્રક ઉપરોકત ટ્રક સાથે અથડાઇ ગયો હતો. એકાએક બ્રેક મારતા ટ્રકનો ચાલક કરમણભાઇ પોતે ટ્રકની પાછળ ઘુસી ગયા હતા. જેમાં બન્ને ટ્રક વચ્ચે દબાઇ જતા જમણા પગના ઘુટીના ઉપરના ભાગેથી પગ કપાઇ ગયો હતો અને સાથળના ભાગે પણ ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ બાદ ચાલક કરમણભાઇને હોસ્પિટલ લઇ જવાયા હતા જો કે સારવાર કારગત નિવડે તે પૂર્વે તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રકના કલીનર કરણ ઉર્ફે કિરીટ મોહબ્તસિંહ કંચવાએ મેઘપર પોલીસ દફતરમાં રાજસ્થાની ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે મેઘપર પોલીસ દફતરનાં પી.એસ.આઇ કે.આર.સિસોદીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here