જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ મામલે થોડી રાહત જોવા મળી છે, અને આજે મૃત્યુ ના દરમાં વધુ ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ની સારવાર લઈ રહેલા ૨૨ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે કોરોના ના કેસ મામલે સતત ૧૫માં દિવસે પણ રાહતના સમાચાર જોવા મળ્યા છે, અને દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધુ છે.
જામનગર શહેરના ૧૧૮ અને ગ્રામ્યના ૭૧ સહિત ૧૮૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે જામનગર શહેરના ૩૨૩ અને ગ્રામ્યના ૧૧૫ મળી એકીસાથે ૪૩૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી કોરોના નો પ્રકોપ ખુબજ ઘટતો જોવા મળી છે.જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૨૦ થી ૩૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતા, જેમા હવે બ્રેક લાગી છે, અને આજે વધુ ઘટાડો થયો છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૬.૪૬ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૨૨ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૪,૨૮૯ નો થયો છે. ઉપરાંત કોરોના ના કેસો માં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૧૧૮ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૨૧,૩૧૧ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૭૧ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૧,૮૪૪ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૪,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૩૪,૪૬૩ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર થોડો વધ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૪,૨૮૯ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૨૩ અને ગ્રામ્યના ૧૧૫ મળી ૪૩૮ દર્દીઓને રજા આપવામાં આવી છે.