કોરોના અપડેટ્સ : કોરોનાના કેસમાં વઘુ ઘટાડો થતા રાહત, મૃતયાંક યથાવત

0
677

જામનગર : જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ મામલે મૃત્યુ નો દર યથાવત રહ્યો છે. અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ની સારવાર લઈ રહેલા ૫૩ દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે કોરોના ના કેસ મામલે આજે છઠ્ઠા દિવસે પણ રાહતના સમાચાર જોવા મળ્યા છે, અને દાખલ થનારા દર્દીઓ કરતાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. જામનગર શહેરના ૨૯૮ અને ગ્રામ્યના ૧૭૬ સહિત ૪૭૪ પોઝિટિવ કેસ નોંધાયા છે જેની સામે જામનગર શહેરના ૩૦૫ અને ગ્રામ્યના ૩૮૩ મળી એકીસાથે ૬૮૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી કોરોના મામલે આજે પણ ઘણી રાહત જોવા મળી છે.


જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૨૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતાં જેમા થોડી બ્રેક લાગી છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૬.૨૨ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૫૩ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૩,૮૯૧ નો થયો છે. ઉપરાંત કોરોના ના કેસો માં ઘટાડો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૦૫ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૯,૭૩૬ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૧૭૬ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૧૧,૦૩૬ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૩૧,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૩૧,૯૮૦ લોકો કોરોના સંક્રમિત થયા છે. આજે મૃત્યુનો દર યથાવત રહ્યો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૩,૮૯૧ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.
ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૦૫ અને ગ્રામ્યના ૩૮૩ મળી ૬૮૮ દર્દીઓને રજા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here