સ્વામીનારાયણ હોસ્પિટલના રેમડેસીવીર પ્રકરણમાં મંત્રીએ ઊંચા હાથ કરી લીધા, ઘીના ઠામમાં ઘી ?

0
1105

જામનગર : જામનગરની સ્વામીનારાયણ હોસ્પિટલમાં રેમડેસીવીર ઈન્જેકશન બાબતે સામે આવેલ ગોલમાલ પ્રકરણ હાલ પ્રકરણ જ બની રહી ગયું છે. ત્રણ દિવસ બાદ પણ આ પ્રકરણમાં હજુ ફોજદારી દાખલ નહી  કરવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. ત્યારે જામનગરના જ ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી આરસી ફળદુએ ટેકનીકલ જવાબ આપી પ્રકરણને હળવાસથી લેતા આશ્ચર્ય સર્જાયું છે. જેને લઈને હવે હોસ્પિટલ પ્રસાસન બાઈજત બરી થવાના ઉજળા સંકેત મળી રહ્યા છે.

જામનગરમાં ગઈ કાલે કેબીનેટ મંત્રીએ કોંગ્રેસના આક્ષેપો, હાલની કોરોનાની સ્થિતિ અને તેની સામે સરકારની કામગીરી, હોસ્પિટલની વ્યવસ્થા અને ઓક્સીજનની સ્થિતિ તેમજ આગામી આયોજન તથા ખાતરના ભાવ વધારા અને આરસી ફળદુ ખોવાયા છે તેવા પોસ્ટર પર પ્રતિક્રિયા આપી હતી. જેમાં સૌથી વધુ ગંભીર પ્રશ્ન ટાળી દેવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. તાજેતરમાં શહેરની ભાગોળે આવેલ સ્વામીનારાયણ કોવિડ હોસ્પિટલમાં એસડીએમ, પોલીસ અને આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલના રજીસ્ટરમાં એક પણ રેમડેસીવીર ઇન્જેક્શનનો દર્શાવવામાં આવ્યા ન હતા. પરંતુ હોસ્પિટલમાંથી ૨૨ ઇન્જેક્શનનો  જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને હોસ્પિટલ પ્રસાસન યોગ્ય ઉતર વાળી શક્યું ન હતું.

આરોગ્ય સારવાર સાથે સીધા ચેડા અને રેમડેસીવીર ઇન્જેક્શનમાં થઇ રહેલ ગોલમાલ સામે આવવા છતાં તંત્ર પાણીમાં બેસી ગયું છે. ત્રણ દિવસ છતાં આ પ્રકરણમાં હોસ્પિટલ પ્રસાસન સામે ફરિયાદ નોંધાવવાની કે નોટીસ આપવાની પણ તસ્દી લેવામાં આવી નથી. જેને લઈને હોસ્પિટલની પહોચનો ખયાલ આવે છે. આ પહોચની સંભાવના ત્યારે પ્રબળ બની જયારે કેબીનેટ મંત્રીએ આ બાબતે સરકારનો મત રજુ કર્યો. આ પ્રકરણ  મારા ધ્યાને છે અન તેની તપાસ ચાલુ છે. બસ આટલું કહી કૃષિ મંત્રીએ ચાલતી પકડી લેતા પ્રશ્નનો  જવાબ અધુરો રહી ગયો હતો. જવાબદાર સરકાર જ જો આ બાબતની ગંભીરતા ન  લ્યે અને પ્રકરણ પર પ્રકાસ ન પાડે તો તંત્ર પાસે પગલાની આશા ન રાખી શકાય. આખરે હોસ્પિટલ તંત્રને કેમ બચાવવામાં આવે છે ? કોણ બચાવવા માંગે છે ? આ મુદ્દાની ચોખવટ થવી જ જોઈએ. આવી સ્થિતિ વચ્ચે વિરોધ પક્ષે મેદાને આવવું જોઈએ અને સરકાર પાસે જવાબ માંગવો જોઈએ. બાકી પ્રસિદ્ધિ પુરતી રાજનિતી કરી વિરોધ પક્ષ હમેશા ભૂગર્ભમાં ચાલ્યો જતો આવ્યો છે. ત્યારે આ વખતે શું કરે છે એ જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here