જામનગર : જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના રાસંગપર ગામે રહેતા એક મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યા બાદ હોસ્પીટલના બિછાને દમ તોડ્યો છે. દેવુબેન ચનાભાઈ બગડા ઉવ ૪૨ નામની મહિલાએ ત્રણ દિવસ પૂર્વે પોતાના ઘરે પોતાના હાથે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પૂર્વે જ મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર રોહિતે જાણ કરતા મેઘપર પોલીસ દફ્તરના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસે તેણીના પુત્રનું નિવેદન નોંધ્યું હતું. જે મુજબ લોકડાઉનના કારણે તેણીના પુત્રનો ધંધો ચાલતો ન હોવાથી ઘરમાં આર્થિક તકલીફ ઉભી થઇ હતી. જેને લઈને તેણીએ આ પગલું ભરી લીધું હતું. લોકડાઉનના શરૂઆતના પીરીયડમાં જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં એક યુવાને લોકડાઉનના કારણે ઘંધો બંધ થઇ જતા આપઘાત કરી લીધા બાદ લોકડાઉનના કારણે બીજો બનાવ નોંધાયો છે.