કોરોના ઈફેક્ટ : દેશના આ રાજ્યોનો કેવો માહોલ? ક્યાંક આંશિક તો ક્યાંક સંપૂર્ણ છે લોકડાઉન

0
1029

જામનગર : કોરોનાની બીજી લહેરે દેશને ઘમરોળી નાખ્યો છે. ઉતરથી દક્ષીણ અને પૂર્વથી પશ્ચિમના રાજ્યોમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છો. સુપ્રીમ કોર્ટ કેન્દ્રને એ હાઈકોર્ટ દરેક રાજયને લોકડાઉન સુધીની ટકોર કરી રહી છે. આવા સમયે પાંચ રાજ્યોએ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. જયારે અન્ય રાજ્યો કતારમાં છે. કોરોનાની સૌથી ઘાટક અસર હાલ વિશ્વના કોઈ દેશમાં હોય તો એ ભારતમાં છે. દરરોજ નવા દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. બેડ, ઓક્સીજન અને વેન્ટીલેટર અને રેમડેસીવીર સહિતની અછત ઉભી થતા હોસ્પિટલ બહાર જ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

આવા સમયે વડાપ્રધાને દરેક રાજ્યને લોકડાઉન અંગે નિર્ણય લેવા કહ્યું હતું, જેમાં બિહારમાં તા. ૫ થી મે સુધી, ઓડીસામાં ૧૯ મે સુધી, ગુજરાત (૩૬ શહેર), કર્ણાટક અને પંજાબમાં પણ અનુક્રમે ૧૨ અને ૧૫ મે સુધી મીની લોકડાઉન, પુંડુચેરીમાં ૧૦ મે, જમ્મુકાશ્મીરમાં વધુ સાપ્તાહિક મીની લોકડાઉન અને રાત્રી કર્ફ્યું અને મિજોરમમાં ૩ મે થી સાપ્તાહિક લોકડાઉન,  મધ્ય પ્રદેશમાં આજે કોરોના કર્ફ્યું પૂર્ણ થશે ત્યાં વધુ નીયંત્રણો લાદવામાં આવશે, અસમમાં આજે નાઈટ કર્ફ્યુની મુદત પૂર્ણ થાય છે અહી પણ વધુ કડક નીયંત્રણ મુકવામાં આવશે. તમિલનાડુ અને ગોવામાં અનુક્રમે ૨૦ અને ૧૦ મે સુધી અમુક છૂટછાટ સાથે નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશમાં ૬ મે થી બે સપ્તાહમાટે રાત્રી કર્ફ્યું, તેલંગણામાં આઠ મે થી નાઈટ કર્ફ્યું, નાગાલેંડમાં ૩૦ એપ્રિલથી ૧૪ મેં સુધી આંશિક લોકડાઉન છે. જયારે રાજસ્થાનમાં આગામી દસ મે થી ૨૪ મે સુધી સખ્ત લોકડાઉનની જાહેરાત કરવામ આવી છે. જયારે ઉતરપ્રદેશમાં ચાલુ લોકડાઉનને ૧૦ મેં સુધી વધારી દેવાયો છે. દિલ્લી સરકારે ૧૦ મેં સુધી લોકડાઉન વધાર્યું છે. અહી ૧૯ એપ્રિલથી  લોકડાઉન જાહેર કરાયું છે. જયારે મહારાષ્ટ્રમાં ૧૫ મે સુધી આંશિક લોકડાઉન અને છતીસગઢમાં ૧૫ મે સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here