જામનગર : જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે, અને છેલ્લા એક સપ્તાહ થી કોરોના નુ ભયાનક રૂપ જોવા મળ્યા પછી આજે કોરોનાની વધુ ભયજનક સ્થિતી જોવા મળી રહી છે. અને કોરોના ના દર્દીઓ ના મૃત્યુનો આંકડો આજે ૧૩૭ ને વટાવી ગયો હોવાથી ભારે હાહાકાર મચી ગયો છે. એટલું જ માત્ર નહીં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આજે ૭૫૦ ના આંક નજીક પહોંચી ગયો છે. જામનગર શહેરના ૩૯૬ પોઝિટિવ કેસ નોંધાયા છે, ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આંકડો ૩૫૦ ને પાર પહોંચ્યો છે. અને ૩૫૨ પોઝિટિવ કેસ નોંધાયા છે.
જેથી સમગ્ર જિલ્લામાં કોરોના નો વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે, અને લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જોકે શહેરના ૩૫૯ અને ગ્રામ્યના ૨૫૯ સહિત ૬૧૮ દર્દીઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ છે. કોરોનાની સારવાર દરમિયાન દર ૧૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં ટપોટપ મૃત્યુ પામી રહયા છે.
જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં સાડા પાંચ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૧૩૭ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૨,૭૯૧ નો થયો છે.
સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૯૬
પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૫,૦૦૧ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૩૫૨ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૭,૪૨૩ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૨૨,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૨૨,૬૩૨ લોકો કોરોના સંક્રમિત થયા છે. સાથોસાથ મૃત્યુનો દર પણ ખૂબ જ વધી ગયો છે અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૨,૭૯૧ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.
ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૫૯ અને ગ્રામ્યના ૨૫૯ મળી ૬૧૮ દર્દીઓને રજા આપવામાં આવી છે.