અમંગળ’વાર’: કોવિડ હોસ્પિટલમાં 130ના મોત, એક કલાકમાં 22દર્દીઓના મોત ? હાહાકાર, સત્ય શુ છે ??

0
1132

જામનગર : જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર લાઇ રહેલા છેલ્લા 48 કલાકમાં 245 દર્દીઓના મૃત્યુ નિપજતા હાહાકાર મચી ગયો છે. સુત્રોનું માનવામાં આવે તો હોસ્પિટલમાં એકાએક ઓક્સિજન ખૂટી જતા બપોરે એક કલાકના ગાળામાં 22 દર્દીઓએ દમ તોડ્યો છે. જો સુત્રોની વાતમાં તથ્ય હોય તો આ અતિ ગંભીર બેદરકારી ગણાવી શકાય. બીજી તરફ આજે સતાવાર 697 દર્દીઓ નવા ઉમેરાયા છે. જે સિઝનના સૌથી વધુ છે.

કોવિડ હોસ્પિટલની ફાઇલ તસ્વીર

જામનગર જિલ્લામાં કોરોનાના સંક્રમણે તીવ્ર ગતિ પકડી છે. જેને લઈને એક સપ્તાહથી કોરોનાનુ ભયાનક રૂપ જોવા મળ્યા પછી આજે સૌથી વધુ કોરોનાની ભયજનક સ્થિતી જોવા મળી છે. કોરોના હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ના મૃત્યુનો આંકડો આજે ૧૩૦ ને વટાવી ગયો છે. એમાય બપોરે એક કલાકના ગાળામાં 22 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળતાં ભારે હાહાકાર મચી ગયો છે. સુત્રોનું માનવામાં આવે તો એટલું જ માત્ર નહીં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આજે રેકોર્ડ બ્રેક 697 દર્દીઓ નોંધાયા છે. જેમાં જામનગર શહેરના ૩૯૮ અને ગ્રામ્ય વિસ્તારમાં 299 દર્દીઓ નોંધાયા છે. જેથી સમગ્ર જિલ્લામાં કોરોના નો વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે, અને લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જયારે શહેરના ૧૬૩ અને ગ્રામ્યના ૨૮૨ સહિત 445 દર્દીઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ છે.
કોરોનાની સારવાર દરમિયાન દર ૧૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં ટપોટપ મૃત્યુ પામી રહયા છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં સાડા પાંચ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં રેકોર્ડ બ્રેક ૧૩૦ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક 2500ને પાર કરી ગયો છે.
સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૯૯
પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૩,૮૧૨ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૨૯૯ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૬,૪૪૨ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૨૦,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૨૦,૪૬૨ લોકો કોરોના સંક્રમિત થયા છે. સાથોસાથ મૃત્યુનો દર પણ ખૂબ જ વધી ગયો છે અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૨,૫૪૫ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.
ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૧૬૩ અને ગ્રામ્યના ૨૮૨ મળી 445 દર્દીઓને રજા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here