જામનગર : કોવિડ દર્દીઓના સગાઓ અને શહેરીજનો સબંધિત અગત્યનું જાહેરનામું, શું છે નવો નિયમ? જાણો

0
1502

જામનગર : હાલ કોરોના સંક્રમણના વધુ પડતા ફેલાવાને લઈને તમામ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. બીજી તરફ બહારના જીલ્લાઓમાંથી આવતા દર્દીઓને લઈને કોવીડ હોસ્પિટલ પણ હાઉસફુલ થઇ ગઈ છે.  જેને લઈને કોવીડ હોસ્પિટલ આજુબાજુમાં ટ્રાફિક જામના દ્રશ્યો આમ બની ગયા છે. જેને લઈને સંક્રમણ વધુ ફેલાય તે પૂર્વે કલેકટર દ્વારા ટ્રાફિક સબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

શહેરની જીજી હોસ્પિટલ (કોવીડ) બહાર હાલ દર્દીઓને એમ્યુલન્સમાં સારવાર આપવામાં આવી રહી છે. છતાં પણ દર્દીઓનો પ્રવાહ સતત અને  નિરંતર રહ્યો છે જેને લઈને દર્દીઓના સગાઓથી હોસ્પિટલ પરિસર ઉભરાઈ રહ્યું છે. તો વાહનોની અવરજવર અને આડેધડ પાર્કિંગને લઈને ટ્રાફિક જામ જેવી સ્થિતિ નિર્માણ થતી આવતી હોય છે. આવી સ્થિતિના સમાધાનરૂપે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ હોસ્પિટલ સામેની હનુમાન ગેઇટ ચોકી પાછળથી વાલ્કેશ્વરી તરફ જતા રસ્તાને પ્રતિબંધિત જાહેર કરાયો છે. આ રસ્તા પર માત્ર દર્દીઓના સગાવ્હાલાઓના ટુ વ્હીલર વાહનો જ પાર્ક કરવાની મંજુરી આપવામાં આવી છે અને આ રોડ પરથી કોઈ પણ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. આ જાહેરનામું તા.૨૬થી ૭/૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર સામે કાનુની રાહે કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here