જામનગર : કોરોના કહેર યથાવત,આજે ૯૫ દર્દીઓના મૃત્યુ સાથે રેકોર્ડ બ્રેક નવા દર્દીઓ નોંધાયા

0
820

જામનગર : જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે અને છેલ્લા ૪ દિવસ થી કોરોના નુ ભયાનક રૂપ જોવા મળ્યા પછી આજે પણ કોરોનાની ભયજનક સ્થિતી યથાવત જોવા મળી રહીં છે. અને કોરોના ના દર્દીઓ ના મૃત્યુનો આંકડો આજે પણ ૯૫ થી ઉપર જ રહયો હોવાથી ભારે હાહાકાર મચી ગયો છે. એટલું જ માત્ર નહીં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આજે ૧૪માં દિવસે નવા રેકોર્ડ સાથે ૬૩૦ના આંકને પણ વટાવી ગયો છે. જામનગર શહેરના ૩૭૧ પોઝિટિવ કેસ નોંધાયા છે, ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ચોથા દિવસે કોરોનાનો આંકડો ૨૫૦ ને પાર પહોંચ્યો છે. અને ૨૬૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી સમગ્ર જિલ્લામાં કોરોના નો વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે, અને લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જયારે શહેરના ૧૪૫ અને ગ્રામ્યના ૨૬૮ સહિત ૬૩૯ દર્દીઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ છે. કોરોનાની સારવાર દરમિયાન દર ૧૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં ટપોટપ મૃત્યુ પામી રહયા છે. જામનગર શહેરમાં કોરોનાનાં કેસનો આંકડો આજે પોણા ચારસો ની નજીક પહોંચ્યો છે. અને ૩૭૧ કેસ નોંધાયા છે, તેમજ ગ્રામ્ય નો આંકડો આજે પણ ૨૫૦ ને પાર કરી ગયો છે, અને ૨૬૮ પોઝિટિવ કેસ નોંધાતાં વહીવટી તંત્ર ચિંતામા મુકાયું છે.
જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં સાડા પાંચ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં વધુ ૯૫ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૨,૨૧૧ નો થયો છે.
સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૭૧
પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૨,૬૪૩ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૨૬૮ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૫,૫૭૨ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં ૧૮,૪૨૩ લોકો કોરોના સંક્રમિત થયા છે.
ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૧૪૫ અને ગ્રામ્યના ૨૦૮ મળી ૩૫૩ દર્દીઓને રજા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here