હાય રે કોરોના : સિઝનના રેકોર્ડબ્રેક કેસ નોંધાતા ખાટલા ખૂટયા, એમ્બ્યુલન્સમાં જ સારવાર

0
569

જામનગર : જામનગર શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણ સુપર સોનિક ગતિએ વધતા શહેર જીવતો બૉમ્બ બની ગયું છે. આજે સિઝનના સૌથી વધુ 366 નવા દર્દીઓ ઉમેરાતા સંકટ સ્થિતિ નિર્માણ પામી છે. કોવિડ હોસ્પિટલમાં તો છેલ્લા એક સપ્તાહથી ખાટલા ખૂટી પડ્યા છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવેલ વ્યવસ્થા પણ ફૂલ થઈ ગઈ છે. આગામી દિવસોમાં કોવિડ હોસ્પિટલને વિસ્તારવામાં નહીં આવે તો વધુ ખરાબ સ્થિતિ નિર્માણ પામશે.

જામનગર શહેર-જિલ્લામાં કોરોના રેકોર્ડ બ્રેક દર્દીઓ નોંધાયા છે. જેમાં શહેરમાં સીઝનના સૌથી વધુ 234 કેસ સામે આવ્યા છે. એક સમયે કોવિડ હોસ્પિટલમાં જ સારવાર શરૂ કરી દેવા માટે એમ્બ્યુલન્સ સ્ટાફ મજબૂર બન્યો હતો કારણ કે કોવિડ હોસ્પિટલમાં તમામ બેડ ફૂલ થઈ ગઈ હતી. આજે ગ્રામ્ય વિસ્તારોમાં 132 કેસ સામે આવ્યા છે જે પણ નવો રેકોર્ડ છે. જ્યારે આજે દિવસ દરમિયાન 183 દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી છે. જામનગરમાં આજે રવિવારે ઢગલાબંધ કોરોના કેસો સામે આવતા આરોગ્ય તંત્રની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. અનેક દર્દીઓને એમયુલન્સમાં જ સારવાર માટે મજબૂર થવું પડ્યું હતું. કારણ એક પણ હોસ્પિટલમાં ખાટલા ખાલી ન હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here