જામનગર : ‘કોવિડ હોસ્પિટલ ફૂલ, પાંચ દિવસ સુધી નવી બેડની કોઈ શક્યતા નથી’- કલેકટર, દર્દીઓ રામ ભરોસે

જિલ્લાભરની એપીએમસીમાં ટેકાની ભાવ નજ ખરીદી ઓરક્રિયા સપ્તાહ સુધી બંધ

0
1199

જામનગર : જામનગરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. આજે કોરોનાની સીઝનનો સૌથી ઘાતક દિવસ હોય તેમ 308 દર્દીઓ નવા નોંધાતા હાહાકાર મચી ગયો છે. તો બીજી તરફ 24 કલાકના ગાળા દરમ્યાન 55 દર્દીઓના મૃત્યું સામે આવતા સ્થિતિ કેટલી ખરાબ છે તેનો ચિતાર મળી શકે છે. આવી સ્થિતિ વચ્ચે સતત દર્દીઓ જી.જી.હોસ્પિટલ તરફ ખેંચાઇ  રહ્યા છે. સતત વધતા જતા દર્દીઓના પ્રવાહ વચ્ચે આજે તંત્રએ હાથ ઉંચા કરી દીધા છે. કલેકટરના જણાવ્યા અનુસાર  હાલ જી.જી.હોસ્પિટલ દર્દીઓથી ફૂલ થઇ ગઇ છે. નવા બેડની વ્યવસ્થા માટે સતત પ્રયાસો ચાલુ છે પરંતુ આગામી પાંચ દિવસ સુધી નવા બેડ મળી શકે એવી કોઇ શક્યતા ન હોવાનું ઉમેર્યુ છે.


જામનગરમાં કોરોના કાળ દરમ્યાન લોકડાઉન, અનલોક અને ત્યારપાછીના હળવા નિયંત્રણોમાં પણ કોવિડ હોસ્પિટલ કોવિડ દર્દીઓનું આવગમન રહ્યું છે. દરમ્યાન છેલ્લા એક મહિનાથી કોરોનાનો જે બીજો રાઉન્ડ શરૂ થયો છે તે વધુ ઘાતક પૂરવાર થઇ રહ્યો છે. છેલ્લા પખવાડીયાના વાત કરવામાં આવે તો કોવિડ હોસ્પિટલમાં સારવાર લેવા આવેલ દર્દીઓ પૈકીના 350 દર્દીઓ ઉપરાંત મૃત્યું થઇ ચુકયા છે. જયારે સતત નવા દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઇ જતા છેલ્લા ત્રણ દિવસથી કોવિડ હોસ્પિટલ ફૂલ થઇ ગઇ છે. તંત્ર દ્વારા નવી 200 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી તે પણ ગઇકાલે સાંજે ફૂલ થઇ જતા આજે કલેકટર દ્વારા સતત સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. જે મુજબ હાલ જામનગરમાં કોઇ નવા દર્દીઓ માટે બેડની વ્યવસ્થા નથી. અમે નવા બેડની વ્યવસ્થા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ આગામી પાંચ દિવસ સુધી નવા બેડ મળી શકે તેવી કોઇ શકયતા જણાતી નથી. કલેકટરના આ કથન પાછળનો નિર્દેશ કદાચ એવો હોય શકે કે, અન્ય જિલ્લાઓમાંથી જે દર્દીઓ અહીં આવી રહ્યા છે તેઓને ધક્કો ન થાય. જો કે કોરોના સંબંધીત સારવારની વ્યવસ્થા કરવામાં તંત્ર કયાંકને કયાંક ઉણુ ઉતર્યુ હોય તેમ તાજેતરની પરિસ્થિતિ દર્શાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here