કોરોના રોકોના : આજે રેકોર્ડબ્રેક 312 દર્દીઓ, સતાવાર એક મોત

0
723

જામનગર : જામનગરમાં કોરોનાનું બિહામણાંરૂપને કારણે શનિવાર સાજ સુધીમાં 24 કલાકમાં 296 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે દાખલ પૈકી 25 દર્દીઓના મૃત્યુ નિપજયા છે. આજે રવિવારે પણ કોરોનાનો કહેર અવિરત રહ્યો છે. આજે સાંજ સુધીમાં વધુ 312 દર્દીઓ નવા સામે આવ્યા છે. જ્યારે શહેરમાં એક દર્દીનું સતાવાર મોત જાહેર કરાયું છે. નવા દર્દીઓમાં શહેરના 189 અને ગ્રામ્યના 123 દર્દીઓનો સમાવેશ થાય છે. હોસ્પિટલ સુત્રોનું માનવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 31 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.શનિવારની વાત કરીએ તો શહેરમાં 174, જિલ્લામાં 122 લોકો મહામારીનો શિકાર બન્યા છે. આજે પણ 200 ઉપરાંત દર્દીઓ નવા ઉમેરાયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી મૃતયાંક 250 ઉપરાંત થવા જાય છે.

ગઈ કાલે147 દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. જી.જી.ની કોવિડ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીનો રાફડો ફાટયો છે તો એમ્બ્યુલન્સની કતારો લાગી રહી છે. મૃતદેહને લઇ જવા માટે પણ વેઇટીંગ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.જામનગરમાં બીજા તબકકામાં કોરોનાની ભયાનક સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, કેસ અને મૃત્યુદરનો ગ્રાફ સતત ઉંચે ચડી રહ્યો છે. જેને લઈને આજે કેબીનેટ મંત્રી ફળદુ, રાજ્ય મંત્રી હકુભા, સાંસદ પૂનમબેન માડમ સહિતનાઓએ વહીવટી તંત્ર સાથે મિટિંગ યોજી ખૂટતી વ્યવસ્થા તાકીદે પૂર્ણ કરવા સહમતી દરસાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here