જામનગર : આખરે તંત્ર બોલ્યું ખરું, આવો ભાવ છે ખાનગી હોસ્પિટલની કોવીડ સારવારનો

0
905

જામનગર : જામનગર શહેર જીલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. હોસ્પિટલમાં બેડ ખૂટી પડી છે તો સમસાનમાં વેઈટીંગ શરુ થયું છે.  આવી હાલતમાં કોવીડ દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા સાત ખાનગી હોસ્પિટલને કોવીડ સારવારની મંજુરી આપી હતી. જો કે મહાનગરપાલિકાએ જાહેર કરેલ યાદીમાં માત્ર હોસ્પિટલનાં નામ અને બેડની સંખ્યા જ દર્સાવવામાં આવી હતી. પરંતુ ચાર્જનો કોઈ ઉલ્લેખ નહી  કરવામાં આવતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો  હતો. જેને લઈને મહાપાલિકા દ્વારા રાત્રે જ ચાર્જની યાદી બહાર પાડવામાં આવી  છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા સાત હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ તરીકેની મંજુરી આપી બેડ-બેઠક વ્યવસ્થા અંગેની માહિતી આપતી જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ જે હોસ્પિટલને મંજુરી આપવામાં આવી હતી તેના સંચાલકો દ્વારા કમરતોડ ચાર્જ વસુલી લેવામાં આવ્યો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આ વખતે પણ મહાપાલિકાએ સારવાર ચાર્જનો  કોઈ ઉલ્લેખ કરવામાં નહી આવતા ફરી વખત ચર્ચા જાગી હતી. તંત્ર અને હોસ્પિટલ સંચાલકો વચ્ચે  મિલી ભગત હોવાના આક્ષેપ સાથે ચર્ચાઓ જાગતા જામનગર અપડેટ્સ દ્વારા આ મુદ્દાને લઈને વ્યાપક પ્રમાણમાં ટીકાઓ સાથે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેને લઈને તંત્રને જ્ઞાન લાધ્યું હોય તેમ શનિવારે મોડી રાત્રે હોસ્પિટલમાં સારવાર પેટેના ખર્ચની સતાવાર જાહેરાત કરવામાં આવી છે. આં ચાર્જનું ચાર્ટ નિહાળી તમને ખ્યાલ આવશે કે સારવાર કેટલી મોંઘી છે. તેથી ચેતીને ચાલજો અને એસઓપીનું પાલન કરી તંદુરસ્ત રહી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવામાં યોગદાન આપજો. ખાનગી હોસ્પિટલનો ચાર્જ નીચે ચાર્ટમાં આપેલ છે એક નજર કરી લેજો.

સરકારે નક્કી કરેલ ખાનગી હોસ્પિટલમાં સારવારના ખર્ચ જાહેર કરાયેલ યાદી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here