કોરોના : ખાનગી હોસ્પિટલોને લુંટવાનું લાયસન્સ આપી દીધું ? બધા ચુપ કેમ ?

0
607

જામનગર : જામનગરમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે બદથી બદતર થતી ચાલી છે. સરકારી કોવિડ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. જામનગર ઉપરાંત મોરબી અને દ્વારકા જીલ્લામાંથી દર્દીઓના વધારે પ્રમાણની રીફર સિફટને લઈને જામનગરની હાલત કોરોના વિસ્ફોટ જેવી થઇ છે. ત્યારે મહાનગર પાલિકાએ એક અખબારી યાદી બહાર પાડી સાત ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાયેલ કોવીડ સારવારની જાહેર જનતા જોગ જાણ કરી છે. પરંતુ આ હોસ્પિટલમાં કેવી સુવિધા આપવામાં આવશે કે સારવારનો ખર્ચ કેટલો વસુલવામાં આવશે એ ઉલ્લેખ નહી કરવામાં આવતા તંત્રએ ખાનગી હોસ્પિટલને ઉઘાડી લુંટનો પરવાનો આપી દીધો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.

આ તસ્વીર પ્રતીકાત્મક છે.

જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના દર્દીઓનો આકડો બસ્સો ઉપરના દર્દીઓનો આવી રહ્યો છે. .સાથે સાથે સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી ૨૦થી વધુના મોત પણ સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્રએ હોસ્પિટલ ફૂલ અને સાવચેતી રાખવા ભલામણ કરી હાથ ખંખેરી લીધા હોય તેમ પ્રસાર પ્રચાર માધ્યમોમાં જણાવી દીધું છે. બીજી તરફ કોવીડ હોસ્પિટલમાં દવાઓ અને ઇન્જેકશનોની શું સ્થિતિ છે ? એ વિષે ક્યારેય તંત્રએ જણાવ્યું  જ નથી. બસ ઓક્સીજનની માત્રા વધારી દેવાઈ છે એમ જણાવી સંતોષ માની લીધો છે. બીજી તરફ દર્દીઓના પ્રમાણમાં સતત વધતો જ ચાલ્યો છે. એવા સમયે જામનગરમાં કોરોનાએ અજગરી ભરડો લઇ લેતા તંત્ર ઢંગધડા વગરના ધડાધડ નિર્ણયો  લેવા માંડ્યા છે. આજે મહાપાલિકા દ્વારા દર્દીઓના વધી રહેલ પ્રમાણ વચ્ચે હાલાકી ન સર્જાય તે માટે સાત ખાનગી હોસ્પીટલમાં કોવીડ સારવાર ઉભી કરવામાં આવી હોવાની જાહેરાત કરી છે. સાત હોસ્પિટલ વચ્ચે ૩૩૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે આ વ્યવસ્થામાં સારવારના ખર્ચનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેના લઈને મેલી મુરાદ હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. શહેરમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જામ્યુકોએ સામે ચાલીને ખાનગી હોસ્પિટલને દરદીઓના સગા સબંધીઓને લુંટવાનો પરવાનો આપી દીધો છે. તંત્રએ સારવારના ખર્ચ અંગે પણ  સ્પષ્ટતા કરવી જોઈએ એ સમયની માંગ છે. બીજી તરફ વારે વારે મીડિયામાં ચમકવાના શોખીન અધિકારીઓએ પણ આ બાબતને લઈને મૌન ધારણ કરી લેતા આશ્ચર્ય સર્જાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here