ભાણવડ : ૧૧ વરસની સગીરાને ભગાડી ગયો સખ્સ, મામલો પોલીસમાં પહોચ્યો

0
700

જામનગર : દેવભૂમિ  દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં છેક મધ્યપ્રદેશ રાજ્યથી પેટનો ખાડો પૂર્વે આવેલ શ્રમિક પરિવારની અગ્યાર વર્ષીય પુત્રીનું એક સખ્સ લગ્નની લાલચે અપહરણ કરી ગયો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. આરોપી પણ શ્રમિક હોવાનું ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીના સગડ મેળવવવા પ્રયાસ શરુ કર્યા છે.

ભાણવડ તાલુકા મથકથી અગ્યાર કિમી દુર આવેલ વેરાડ ગામે બે દિવસ પૂર્વે આ ઘટના ઘટી હતી જેની સ્થાનિક પોલીસ દફતરે નોંધાયેલ ફરિયાદ મુજબ, છેક મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જીલ્લાના પીટોલ પંથકમાંથી અહી મજુરી કામ કરવા આવેલ શ્રમિક પરિવાર મજુરી કામ કરી ગુજરાન ચલાવતો હતો દરમિયાન આ પરિવારની અગ્યાર વર્ષીય પુત્રીને ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના અન્ય એક શ્રમિક સખ્સ શૈલેષભાઇ ઉર્ફે પકો સોમાભાઇ ભીલ વાળાએ કોઇ પણ રીતે લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે, તેણીના પરિવારના કાયદેસરના વાલીપણા માથી અપહરણ કરી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે તેણીના પિતાની ફરિયાદ નોંધી આરોપીના સગડ મેળવવા તજવીજ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here