જામનગર : શહેરમાં રોજ થાય છે 13 MLD અશુદ્ધ પાણીનું વિતરણ, વિપક્ષે કર્યું આવું કામ

0
517

જામનગર : જામનગર શહેરના અમુક વિસ્તારોમાં અશુદ્ધ પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.જેને વિપક્ષ દ્વારા આજે જયાંથી પાણી સપ્લાય થાય છે તે સસોઈ ડેમની વિઝીટ કરી તંત્રની પોલ ખોલી હતી. અહીંથી સપ્લાય કરવામાં આવતો જથ્થો ફિલ્ટર કર્યા વગર જ પાણી સપ્લાય કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને વિપક્ષે પાણી શુદ્ધિકરણની માંગ કરી છે  અને જ્યાં શુદ્ધિ પાણી શુદ્ધ ન કરાય ત્યાં સુધી અહીંથી પાણી સપ્લાય રોકી દેવાની માંગણી કરી છે. અન્યથા કમિશનર ચેમ્બર બહાર ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએથી પીવાના પાણીની સમસ્યા સામે આવી રહી છે ત્યારે જામનગરમાં તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીને લઈને રોષ વર્તાઈ રહ્યો છે. અહીં મહાનગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતા જથ્થામાં અશુદ્ધ પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જેને લઈને વિરોધ પક્ષ દ્વારા જ્યાંથી પાણી લેવામાં આવે છે તે ડેમ સાઇટ પર પહોંચી તંત્રનો ભાંડો ફોડ્યો હતો. સસોઈ ડેમ માંથી ફિલ્ટર કર્યા વગરનું અશુદ્ધ પાણી પૂરું પાડવામાં આવતું હોવાથી વિરોધ પક્ષના નગરસેવકોએ પાણી સપ્લાય બંધ કરી દઇ જ્યાં સુધી શુદ્ધિકરણ ન થાય ત્યાં સુધી સપ્લાય બંધ રાખવાની મંગાણી કરી..સમસ્યાનું નિરાકરણ કરવાની માંગણી કરી છે. ઉલ્લેખનિય છે કે, જામનગર શહેરને દરરોજ 100 એમએલડી ઉપરાંત પાણીની જરૂરીયાત છે..રણજિત સાગર, ઉંડ એક અને  સસોઈ ડેમમાંથી પાણી આપવામાં આવે છે..જે ડેમમાંથી અશુદ્ધ પાણી વિતરણ થતા હોવાના આક્ષેપ છે એ ડેમમાંથી 13 એમએલડી પાણી વિતરણ થાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here