જામનગર : સમાજમાં આમ પણ પોલીસની છાપ સારી નથી. દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચારી તંત્રની પ્રથમ પંક્તિમાં આવતું હોય તો પોલીસ તંત્ર છે એમ ખુદ એસીબીની ટ્રેપસ સાબિત કરે છે. હજુ પણ આ સિલસિલો ચાલુ છે, જો કે પોલીસ ડીપાર્ટમેન્ટમાં અમુક સારા અને નોન કરપ્ટ અધિકારીઓ અને કર્મચારીઓને અમુક લાંચિયા પોલીસ કર્મીઓ છે તે સરમાવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે પોલીસના વહીવટદાર અને બુટલેગરનો કથિત ઓડિયો વાયરલ થયો છે. ખેડા જીલ્લામાંથી સામે આવેલ આ ઓડિયોએ ભારે ખળભળાટ મચાવી દીધો છે, જો કે ઓડિયોની ખરાઈ હજુ સુધી સતાવાર રીતે થવા પામી નથી. આ ઓડિયોમાં પોલીસના બાતમીદાર અને એક બુટલેગર વચ્ચે થયેલ સંવાદને જો સત્ય માની લેવામાં આવે તો પોલીસની આબરુને બટ્ટો લગાવતો આ ઓડિયો છે. ઓડિયોમાં ખેડા જિલાના એક ધારાસભ્ય સંચાલિત ચાલતા જુગારધામની વાત કરવામાં આવી રહી છે. બુટલેગરના સંવાદ મુજબ આ જુગારધામ સામે સ્થાનિક પોલીસ, એલસીબી અને વિજિલન્સ પણ વામણી પુરવાર થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ શ્રાવણ માસ માં પણ જુગરધામ ચાલવાનું હોવાનો પણ ઓડિયોમાં થઇ રહેલ વાતચીત પરથી સામે આવી રહ્યું છે. પોલીસના બાતમીદાર અને બૂટલેગરનો વાયરલ થયેલ ઓડિયો હાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે આ ઓડિયોની સત્યતા અંગે કોઈ પુષ્ટી થવા પામી નથી, પરંતુ જો આ ઓડિયો સાચો હોય તો ખરેખર પોલીસ તંત્રમાં કેવો વહીવટ ચાલે છે ? તે સ્પષ્ટ થાય છે.