જામનગર : જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકના નાની રાફૂદળ ગામે ઘટેલી ઘટનાએ સમાજ ચિંતકોને ફરી વિચારતા કરી દીધા છે. લાલપુર તાલુકા મથક ૧૨ કિમી દુર આવેલ નાની રાફુદળ ગામે સુમનબેન મગનભાઇ ચેતાભાઇ ભીલ ઉવ ૩૫ નામની પરિણીતાએ પોતાના હાથે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતકના પતિ મગનભાઇ ભીલ અવાર નવાર દારૂ પી મારકુટ કરતો હોવાથી તેણીએ કંટાળી આ પગલુ ભરી લીધું હતું. આપઘાત પ્રયાસ બાદ હોસ્પિટલ ખસેડાયેલ પરિણીતાએ તબીબો સમક્ષ નિવેદન આપ્યું હતું, જેને લઈને પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.