જામનગર : જામનગરમાં દિનદહાડે ધડાધડ ફાયરીંગ કરી બિલ્ડરની હત્યા નીપજાવવાના પ્રયાસ પ્રકરણમાં પોલીસ સાત સખ્સોની ધરપકડ કરી છે. પોલીસ જેને પકડવા ઓપરેશન ચલાવી રહી છે એ જ જયેશે પોલીસનો પોપટ બનાવી દઈ ફાયરીંગ કરાવી પોતે પોલીસથી એક કદમ આગળ છે અને રહેશે એમ સાબિત કર્યું છે. પોલીસે અલગ અલગ જગ્યાએથી ચાર શુટર સહીત સાત સખ્સોની ધરપકડ કરી છે. જયેશે પટેલે ખંડણી નક્કી કરી ફાયરીંગ કરાવ્યું છે એમ વધુ એક વખત પ્રકાશમાં આવ્યું છે. પોલીસે સાત સખ્સોની ધરપકડ કરી છે જયારે આઠ સખ્સોને ફરાર દર્શાવાયા છે.
જામનગરમાં ત્રણ દિવસ પૂર્વે સવારે રણજીત સાગર રોડ પર ઈવા પાર્ક બેમાં બિલ્ડર જયસુખ ઉર્ફે ટીના પેઢડીયા પર બાઈક પર આવેલ ચાર અજાણ્યા સખ્સોએ ફાયરીંગ કર્યું હતું. પોલીસ જેને ત્રણ માસથી શોધવા માટે ઓપરેશન ચલાવી રહી છે એ જયેશ પટેલે વધુ એક વખત ફાયરીંગ કરાવતા પોલીસ વધુ એક વખત ધંધે લાગી હતી. પોલીસે આરોપીઓને પકડી પાડવા સીસીટીવીની મદદ લીધી, જેમાં આરોપીઓની ઓળખ થઇ અને શરુ થયો દબોચી લેવાનો દોર, એક પછી એક આરોપી પકડાતા ગયા અને ત્રણ દિવસમાં વારદાતને અંજામ આપનારા ચાર ઉપરાંત અન્ય ત્રણ સાગરીતો સહિત સાત સખ્સોને પોલીસ પકડી પાડ્યા છે. ટીના પેઢડીયા પર ફાયરીંગ કરનાર મયુર આલાભાઈ હાથલિયા રે. હરિયા કોલેજ પાછળ, જામનગર તેમજ દીપ હીરજીભાઈ હડિયા, રે. ગોકુલનગર, સુનીલ ઉર્ફે જાંબુ દેવશી નકુમ, કરણ ઉર્ફે કારો ભીખાભાઈ કેસરિયા, ભીમસી ગોવાભાઈ કરમુર અને એક ટાબરિયા સહીત સાત સખ્સોને પકડી પાડ્યા છે. જયારે જયેશ પટેલ સહિતના આઠ સખ્સો ફરાર દર્શાવાયા છે. પોલીસે સાત સખ્સોની ધરપકડ દર્સાવી છે. જયારે આ પ્રકરણમાં જે સખ્સે જયેશ પટેલ સાથે સંદેશાવ્યવહાર કર્યો છે તે માસ્ટર માઈન્ડ પોલીસના હાથ લાગ્યો નથી. પરંતુ એ બાબતનો તાગ મળી ગયો છે કે જયેશ પટેલે જ આ વારદાતને અંજામ આપવામાં ખંડણી આપી છે. પોલીસે તમામ સખ્સોનો કોરોનો ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.
આ સવાલોના જવાબ રહ્યા છે અનુતર…
૧ . જયેશ પટેલ અને આરોપીઓ વચ્ચે કેવી રીતે સંપર્ક થયો ?
૨. પોલીસના કહેવા મુજબ વોટ્સઅપ કોલ દ્વારા આરોપીઓ અને જયેશ વચ્ચે કોમ્યુનીકેશન થયું, પણ ક્યારે થયું ? ક્યાંથી થયું ? કેવી રીતે સંપર્કમાં આવ્યા ? મિડલ મેન કોણ ?
૩. ટાર્ગેટ નક્કી થયા પછી હથિયારો ક્યાંથી આવ્યા ? કોણે સપ્લાય કર્યા ? ખંડણીની ટોકન મની કેટલી અપાઈ ? કોણે આપી ? જયેશ સિવાયના ફરાર આરોપીઓ કોણ છે ?
૪. કિરીટ જોશી હત્યા પ્રકરણના જેની ભૂમિકા સાક્ષી તરીકેની છે તેને અત્યારે જ ટાર્ગેટ બનાવવા પાછળનું કારણ શું ? ટાર્ગેટ (ટીના પેઢડીયા)ને કોણ ઓળખતું હતું ? કેવી રીતે ? કેટલા દિવસથી રેકી કરી હતી શૂટરોએ ?
૫. વારદાતને અંજામ આપી આરોપીઓ ત્રણ દિવસ ક્યાં રહ્યા ? કોના કોના સંપર્કમાં આવ્યા ?
૬. સૌથી મોટો સવાલ જો જયેશ પટેલ મોટી ગોઠવણ કરી શકતો હોય તો જયેશ સુધી પહોચવા પોલીસનો પન્નો કેમ ટુંકો પડે છે ?
૭. અંતિમ સવાલ એ છે કે હાલ ચૂંટણીને લઈને હથિયાર જમા કરાવવા ફરમાન કરવામાં આવ્યું છે ત્યારે હથિયાર જમા થયા બાદ કોઈ ટાર્ગેટને જયેશ દ્વારા નિશાન નહિ બનાવાય એની ગેરેંટી કોણ લેશે ?