કરુણતા : પ્રેમીનું અકસ્માતમાં થયેલ મોત પ્રેમિકાથી સહન ન થયું અને….

0
638

જામનગર :  પ્રેમની વેદી પર એક પ્રેમીકાએ પોતાના જીવનનું બલિદાન આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમીનું અકસ્માતમાં મોત થયા બાદ પ્રેમીકાએ પ્રેમી વગરની જીંદગી અધુરી લાગતા તેણીએ આપઘાત કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.


જામનગરમાં પોતાનો પ્રેમ અધુરો રહી જતા પ્રેમીકાએ જીવતરનો અંત આણી લેતા શોકનું મોજુ ફરી વળ્યું છે. શહેરના ખેતીવાડી વિસ્તારમાં રેલવે કોલોની વિસ્તારમાં સિધ્ધાર્થનગર શેરી.નં.4માં રહેતી કાજલબેન બિજલભાઇ વઘોરા નામની 21 વર્ષીય યુવતીએ ગઇકાલે ટ્રેન એન્જીન વચ્ચે પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઇ જયેશભાઇ બિલજભાઇ વઘોરાએ જાણ કરતા સીટી સી ડિવિઝન પોલીસે મૃતકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તાજેતરમાં કાજલબેન જેની સાથે પ્રેમ કરતી હતી તે પ્રેમીનું અકસ્માતમાં મૃત્યું થયું હતું. આ બાબતને લઇને મનમાં લાગી આવતા તેણીએ આપઘાત કર્યો હોવાનું તેના ભાઇએ પોલીસમાં જાહેર કર્યુ છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here