જામનગર : સીએની વિદ્યાર્થીનીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી યુવાને કર્યું એવું કામ..પછી પોલીસે કામ કર્યું તમામ

0
816

જામનગર : અમદાવાદમાં સીએનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી, યુવતી વિષે બીભત્સ લખાણ લખનાર જામનગરના સખ્સને પોલીસે ઉઠાવી લીધો છે. અમદાવાદ સાઈબર ક્રાઈમની ટીમ જામનગર આવી આરોપીને પકડી પરત અમદાવાદ ફરી છે.

અમદાવાદમાં રહેતી અને સીએનો અભ્યાસ કરતી યુવતીને આંચકો ત્યારે લાગ્યો જયારે પોતાના ફોટા અને નામ સાથેનું ફેસબુક એકાઉન્ટ એક્ટીવેટ થયું, આ ફેક એકાઉન્ટ બનાવનાર કોઈ સખ્સે તેણીનાં નામે બીભત્સ પોસ્ટ કરી હતી. જેને લઈને તેણીની સામાજિક પ્રતિષ્ઠા અને તેનીના ભવિષ્ય પર ખરાબ અશર પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ બાબતને લઈને યુવતીએ અમદાવાદ પોલીસનો સંપર્ક કર્યો હતો અને અજાણ્યા સખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને સાઈબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ તપાસ  દરમિયાન જામનગરના જીતેશ પરમાર નામના સખ્સે તેણીના નામે ફેક આઈડી બનાવી આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ જામનગર આવી હતી અને આરોપી જીતેસને પકડી પાડ્યો હતો. પોલીસે આ સખ્સની અટકાયત કરી અમદાવાદ લઇ જઈ યુવતીને ખોટી રીતે બદનામ કરવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here