અમંગળ : સુરત અકસ્માત, મૃત્યાંક ૧૫ થયો, પીએમએ ટ્વીટ કરી તો સીએમએ મદદની કરી જાહેરાત

0
725

જામનગર : સુરત નજીક માંડવી રોડ પર આવેલ પાલોદ ગામ નજીક ફૂટપાથ પર સૂતેલો રાજસ્થાનના શ્રમિક પરિવારને ડમ્પરે ચગદી નાખતા સર્જાયેલ દુર્ઘટનામાં મૃત્યાંત ૧૫ થયો છે. આ બનાવ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી પરિવારને સાંત્વના આપી છે  તો રાજ્યના મુખ્યમંત્રીએ મૃતક પરિવારને સાંત્વના આપી બે-બે લાખની સહાયની જાહેરાત કરી છે.

સુરતના પરિવારને વડોદરા નજીક નડેલા અકસ્માતમાં સુરતના આહીર પરિવારના નિપજેલા મૃત્યુનો શોક હજુ યથાવત છે ત્યાં સુરતમાં જ એક પરિવાર પર ડમ્પર ફરી વળતા મોતનો તાંડવ સર્જાયો છે. ગત રાત્રે કીમ ચાર રસ્તા નજીક માંડવી રોડ પર પાલોદ ગામ નજીક ફૂટપાથ પર સુતેલા પરિવાર પરથી કાળમુખુ ડમ્પર ફરી વળ્યું હતું. જેમાં સ્થળ પરજ ૧૨ લોકોના મૃત્યુ નીપજ્યા હતા જયારે અન્ય નવને ગંભીર ઈજાઓ પહોચતા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ સારવાર દરમિયાન ગમ્બીર રીતે ઘવાયેલ ત્રણ વ્યક્તિઓના  મૃત્યુ નીપજ્યતા મૃત્યુઆંક થયો છે. જયારે અન્યની સારવાર ચાલી રહી છે.

આ ઘટનામાં ડમ્પર ચાલક અને ક્લીનરને પણ ઈજાઓ પહોચી છે. મૃતકોમાં મનીષા, ચધા બાલ, અનિતા મનિષ મહિડા, દિલીપ અકરમભાઈ વસાનીયા, સફેશા ફ્યુચઇ, શોભના વસાનીયા, રાકેશ રૂપચંદ, દિલીપ ઠકરા, નરેશ બાલુ, વિકેશ મહીડા, મુકેશ મહીડા, લીલા મુકેશ, બે વર્ષની છોકરી, એક વર્ષનો છોકરાનો સમાવેશ થાય છે. આ પરિવાર રાજસ્થાનથી અહીં મજુરી કામ કરવા આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ બનાવ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી મૃતકોને શ્રધાંજલિ આપી હતી રાજ્યના મુખ્ય મંત્રીએ મૃતક પરિવારના સ્વજનોને બે-બે લાખની સહાયની જાહેરાત કરી સવેદના દાખવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here