ગૌરવ : જામનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રથમ સ્પોર્ટ્સ મ્યુજીયમ બનશે, જામનગરના બહુચર્ચિત પ્રકરણ અંગે મુખ્ય મંત્રીનો હુકાર..

0
638

જામનગર : જામનગર અને રમતગમતને મોટો નાતો રહ્યો છે. ક્રિકટમાં તો જામનગરે અનેક ખેલાડીઓ આપ્યા છે. જામ રણજીતસિંહથી માંડી રવીન્દ્ર જાડેજા સુધીના ખેલાડીઓ આપનાર જામનગરનું નામ હમેશા પ્રથમ પંક્તિમાં રહે તે હેતુથી અગામી સમયમાં ગુજરાતનું પ્રથમ સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત મુખ્ય મંત્રીએ જામનગર ખાતેથી કરી છે. જેને લઈને જામનગર આંતરરાષ્ટ્રીય ફલક પર છવાઈ જશે. બીજી તરફ જામનગરના ચર્ચાસ્પદ પ્રકરણ ધ્યાનમાં છે એમ કહી મુખ્ય મંત્રી જાહેરમાં નિવેદન આપ્યું હતું કે આ પ્રકરણ મારા ધ્યાને જ છે. જેમાં કોઈને નહી છોડવામાં આવે એવી ખાતરી આપી હતી. રાજ્યમાં વિકાસયાત્રાનો મુખ્ય મંત્રીએ ચિતાર આપી  કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્ય મંત્રીના હસ્તે આજે જામનગરમાં આજે ૫૭૭ કરોડના વિકાસ કાર્યોના ખાતમુર્હુત અને લોકાર્પણ કર્યા હતા.

જામનગર ખાતે આજે મુખ્યમંત્રી વિજય રુપાણીનો સતાવાર કાર્યક્રમ યોજાયો હતો. શહેરના ૫૭૭ કરોડના ખર્ચે હાથ ધરાયેલ અને પુરા થયેલ વિકાસ કાર્યોનું મુખ્ય મંત્રીએ ઓસવાળ સેન્ટરથી લોકાર્પણ કર્યું હતું. પોતાના જાહેર પ્રવચનમાં મુખ્ય મંત્રીએ વડાપ્રધાનની વિકાસ યાત્રા અને ગુજરાતના વીકાસને વણી લઇ કોંગ્રેસના રાજમાં ચલાવવામાં આવેલ ભ્રષ્ટાચારને ઉદાહરણ સાથે વર્ણવ્યો હતો. તો જામનગરના વિકાસ માટેની કટીબધ્ધતા વ્યક્ત કરી હતી. જામનગરમાં આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોટ્ર્સ મ્યુજીયમ ઉભું કરવામાં આવશે એમ પણ તેઓ જાહેરાત કરી છે. રાજ્યની સરકાર ઋજુ સરકાર છે. સામાન્ય માનવીની સરકાર છે એમ જણાવી ભય મુક્ત વાતાવારણ માટે ગુંડા ધારો પસાર કરાવ્યો હોવાનું જણાવી જમીન માફિયાઓની ખો કાઢી નાખવાની વાત કરી લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગે વાત કરી હતી. સાથે સાથે રાજ્યભરમાં  ગાજેલા જામનગરના ચર્ચાસ્પદ જમીન માફિયા  જયેશ પટેલ અને ગુજસીટોક કાર્યવાહીનો આડકતરો ઉલ્લેખ કરી આ બાબત મારા ધ્યાને છે એમ કહ્યું હતું. આ ઉપરાંત આગામી સમયમાં ચાર મહાનગરમાં ૧૫ દિવસ સુધી રાત્રી કર્ફ્યું ચાલુ રાખવાની પણ મુખ્ય મંત્રીએ જાહેરાત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here