નશો : સાડા દસ લાખનો દારુ પીવાય તે પૂર્વે વિજીલન્સ ત્રાટકી, અધધ દારૂ મળ્યો

0
763

જામનગર : રાજ્યમાં સખ્ત દારૂબંધી છતાં તગડી આવકને લઈને બુટલેગરોએ કાયદાને છડેચોક બંગ કરી પ્રતિબંધનો ભંગ કરતા જ આવતા હોવાના કાયમી દાખલ સામે આવતા રહે છે ત્યારે હરિયાણાથી રાજસ્થાન વાયા પંચમહાલથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો તોતિંગ વિદેશી દારૂના વધુ એક રેકેટનો સ્ટેટ મોનીટરીંગ ટીમ દ્વારા પર્દાફાસ કરવામાં આવ્યો છે. આજે સ્ટેટ વિજીલન્સની ટીમે અમદાવાદ-ગોધરા ધોરીમાર્ગ પર ટુવા ગામ નજીકથી રુપીયા સાડા દસ લાખની કીમતનો વિદેશી દારૂ ભરેલા એક વાહન સાથે બે સખ્સોને પકડી પકડી પાડ્યા છે. આ તમામ મુદામાલ સ્થાનિક પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.

હરિયાણા વાયા રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂનું નેટવર્ક ચાલી રહ્યું છે એવી ચોક્કસ હકીકત સ્ટેટ વિજીલન્સની ટીમના સાજન વસરાને મળી હતી, જેને લઈને તેઓએ આ દિશામાં બાતમીદારોનું નેટવર્ક ઉભૂ કરી હલચલ પર નજર રાખી હતી. દરમિયાન રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરેલ ચોક્કસ વાહન પંચમહાલ જીલ્લાના ગોધરા-અમદાવાદ હાઈ-વે ટુવા ગામ નજીક હરપ્રીત ધાબા પાસે ઉભો રહ્યો હતો. જેને લઈને વિજીલન્સના પીએસઆઈ એચવી ચોધરી, સાજન વસરા, ઇન્દ્રસિંહ જસવંતભાઈ અને ભરતકુમાર રણછોડભાઈ સહિતની ટીમે આ ટેમ્પોને આંતરી લઇ તલાસી લીધી હતી.

જેમાં રાજસ્થાનના ચિતોડગઢના રાવલભાટાના ચાલક શક્તિ શેખર નાયડુ અને આત્મારામ ઉર્ફે વિશાલ રામભરોસ માલી નામના સખ્સો આ વાહનમાથી રૂપિયા ૧૦,૬૨,૦૦૦ની કીમતનો ૨૩૮૫ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દારૂનો જથ્થો કબજે કરી બંનેની પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં આ જથ્થો રાજસ્થાનના ચિતોડગઢના રાવલભાટાના કુંજબિહારી મીણા નામના સખ્સે રૂપિયા દસ હજાર નક્કી કરી ગુજરાતમાં સપ્લાય કરવા મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસે આ સખ્સને ફરાર દર્શાવી આ રેકેટ અંગે પંચમહાલ જીલ્લાના કાંકણપુર પોલીસ સ્ટેશનમાં પ્રોભીબીશન ધારાઓ મુજબ કાર્યવાહી કરી હતી. જેને લઈને શહેરા પોલીસ દફતરના પીઆઈ એમઆર નકુમ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here