જામનગર : બે કરોડનું વીજ કનેક્શન કૌભાંડ, ત્રણ અધિકારીઓઓની સંડોવણી, રીપોર્ટ એમડીને સોપ્યો

0
889

જામનગર : જામનગરના બહુ ચર્ચિત જીઆઈડીસી વિસ્તારના વીજ કનેક્શન કૌભાંડનો ધગધગતો રીપોર્ટ પીજીવીસીએલના એમડીને સોંપવામાં આવ્યો છે. વિજીલન્સ દ્વારા તપાસ કરવામાં આવતા કંપનીના જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જીઆઈડીસીના ૯૦ કનેક્શનને એચટીને બદલે એલટી કનેક્શન આપી આર્થિક લાભ મેળવવા ગ્રાહકોને ફાયદો કરવામાં આવ્યો હોવાની વિગતો રીપોર્ટમાં ટાંકવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ પ્રક્રિયાને અંજામ આપવા માટે બે અધિકારીઓની સંડોવણી સામે આવી છે. આ રીપોર્ટના આધારે તાજેતરમાં બદલીઓ કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. રીપોર્ટના અભ્યાસ બાદ વડી કચેરી દ્વારા જેં તે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે.

જામનગર જીઆઈડીસી વિસ્તારમાં વીજ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના અમુક અધિકારીઓની ટીમ દ્વારા ૯૦ ઉદ્યોગોને એચટીને બદલે એલટી લેવલનું કનેકશન આપી આ ગ્રાહકોને મોટો આર્થિક લાભ પહોચાડવામાં આવ્યો હતો. જે પ્રકરણની તપાસ દરમિયાન ઉજાગર થયું હતું. એચટી ને બદલે એલટી કનેક્શન આપી અધિકારીઓએ કંપનીને રૂપિયા બે કરોડ ઉપરાંતની આર્થિક નુકસાની પહોચાડી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણ અંગેની વિજીલન્સ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં બે કરોડ ઉપરાંતનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ રીપોર્ટ પૂર્વે જ જામનગર પીજીવીસીએલના અધિકારીઓની બદલીઓ કરી દેવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. હવે જયારે વિજીલન્સની ટીમે પીજીવીસીએલના એમડી સમક્ષ રીપોર્ટ રજુ કર્યો છે. આ રીપોર્ટમાં બદલી પામેલ એકજ્યુકયુટીવ ઈજનેર અને બે નિવૃત નાયબ ઈજનેરના નામનો ઉલ્લેખ હોવાની વિગતો સુત્રોમાંથી જાણવા મળી છે ત્યારે આ પ્રકરણ અગામી દિવસોમાં વધુ સ્ફોટક બનશે એમાં બે મત નથી. પીજીવીસીએલ કંપનીને નુકસાની અને ગ્રાહકોને ફાયદો કરાવવા પાછળ અધિકારીઓનું આર્થિક હિત સમાયેલ હોવાનું પણ સુત્રોએ જણાવ્યું છે ત્યારે આગામી દિવસોમાં આ અધિકારીઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે એમ એમડી ઓફીસના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here