જામનગર : જામનગર જીલ્લાના જોડિયા પંથકમાંથી અતિ દુખદ બનાવ સામે આવ્યો છે. જેમાં શ્રમિક પતિએ પત્નીના ચરિત્ર પર શંકા કરતા પત્નીએ સચ્ચાઈ સાબિત કરવા એવું પગલું ભર્યું કે હર્યો ભર્યો પરિવાર વિખેરાઈ ગયો છે.
અતિ દુઃખદાઈ બનાવની વિગત મુજબ, જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બેરાજા ગામે રહેતા છગનભાઈ અરજણભાઈ ચીકાણીની વાડીએ નાનકાભાઇ ઇડાભાઇ ભુરીયાની પત્ની જમનાએ તાજેતરમાં આપઘાત કરી લીધો હતો. આ પરિણીતાને મુળ જોજગાગામ ચોકીદાર ફળીયુ ચીચલાણા તા-આંબવા જી-અલીરાજપુર, મધ્યપ્રદેશ વાળા સખ્સે છેલ્લા દોઢ વર્ષથી ત્રાસ ગુજારી, તેણીના પ્રેગ્ન્સી પીરીયડ અંગે પણ શંકાઓ કરી મારકૂટ કરી હતી. ‘તારા પેટમા મારૂ છોકરૂ નથી કોક બીજાનુ છે’ તેમ કહી પતીએ જમનાને અવાર નવાર મારકુટ કરી માનસીક શારિરીક દૂઃખત્રાસ આપ્યુ હતું જેથી કંટાળી તેણીને આપઘાત કરી લીધો હતો. જેને લઈને તેણીના ધ્રોલ તાલુકાના સગાડીયા ગમે રહેતા પિતાએ આરોપી જમાઈ સામે પુત્રીને મારવા મજબુર કરવા સબબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે જોડિયા પોલીસે નરાધમ પતિની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.