દ્વારકા : જગતમદિરમાં વીઆઈપીઓ માટે કોઈ નિયમો નહી…આમ કેમ ?

0
551

જામનગર અપડેટ્સ : જન્માષ્ટમી હોય કે પછી આમ દિવસ હોય દ્વારકા ખાતે દેશ વિદેશથી ભાવિકોનો પ્રવાહ નિરંતર આવતો રહ્યો છે. નિયત સમયના દર્શનમાં ઉભેલ આમ ભાવિક જનતા અને આ ભાવિકોની બંને બાજુએ આવી ચડેલ વીઆઈપીનોના જુવાળ કાયમ બની ગયો છે.

વીઆઈપી દર્શનની આડમાં શાંતિથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માંગતા ભક્ત જન જેવો પ્રભુ સમીપ પહોચે કે તુરંત તેને હડસેલી મુકાય છે. આ બાજુથી વિપરીત બાજુ વીઆઈપી દર્શનની પણ જોવા મળે છે. તાજેતરમાં તો હદ ત્યારે થઇ  જયારે હરિયાણાના ઉપમુખ્ય મંત્રી જયારે  દ્વારકા દર્શન આવ્યા, આ મહાશય જયારે દર્શન કરવા આવ્યા ત્યારે નિયમ મુજબ મંદિર બંધ હોય છે પરંતું વર્ષોથી ચાલી આવતી પરંપરા બે દિવસ પૂર્વે તૂટી હતી અને મંદિર દોઢ વાગ્યા સુધી માત્ર વીઆઈપી મહેમાનને કારણે ખૂલું રાખવામાં આવ્યું, જેને લઈને વિવાદ છેડાયો છે.આ બાબત પંડા પંચાયતી ટ્રસ્ટના ઉપ્રમુખ દ્વારા દેવસ્થાન સમિતિના વહીવટદાર સમક્ષ કરવામાં આવી છે. ભારતીય ધર્મસ્થાનમાટે વીઆઈપી દર્શનને નાબુદ કરવાની અપીલ કરી છે. મંદિર ખૂલું રાખવા કયા અધિકારીએ આદેશ આપ્યો ? જે તે પ્રથા વિરુદ્ધ જનારા અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here