ચોરી : કડકડતી ઠંડીમાં વિજરખી ગામના હોટેલ સંચાલકના ઘરને નિશાન બનાવાયું

0
602

જામનગર : જામનગર નજીકના કાલાવડ રોડ પર આવેલ વિજરખી ગામે એક રહેણાંક મકાનમાં ખાબકેલા તસ્કરો રૂપિયા ૭૮ હજારની કિંમતના સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ ચોરી થયાની પંચકોશી પોલીસ દફતરમાં નોંધાઈ છે.

જામનગર તાલુકાના વિજરખી ગામે હોટેલ ચાલવતા કીશોરસિંહ ભગવતસિંહ ઝાલા નામના આસામીના મકાનને રાત્રે તસ્કરોને નિશાન બનાવ્યું હતું. જેમાં ઘર અંદર ઘુસેલા તસ્કરોએ કબાટને નિશાન બનાવી દરવાજાને તોડી અંદરથી રૂપિયા ૩૦૯૬૦ની કીમતનો આશરે અઢી તોલાનો સોનાનો હાર તથા રૂપિયા ૪૩૨૦૦ની કીમતનું આશરે પોણા ચાર તોલાનુ સોનાનુ મંગળસુત્ર અને રૂપિયા ૧૭૨૫ની કીમતના આશરે ૪૨ ગ્રામના ચાંદીના સાંકળા, રૂપિયા ૫૦૦ની કીમતના ત્રણ ચાંદીના સીક્કા અને હોટલના વેપારના ૧૦-૨૦-૫૦ તથા ૧૦૦ વાળી નોટો પરચુરણ રૂપીયા આશરે રૂ.૧૯૦૦ સહીત રૂપિયા ૭૮,૨૮૫ની મતા હાથવગી કરી નાશી ગયા હતા. પોલીસે આ બનાવની અજાણ્યા તસ્કરોની સામે ફરિયાદ નોંધી પીએસઆઈ બી.એસ.વાળા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here