જામનગર : જામનગર મહાનગર પાલિકા સંચાલિત સીટી ડિસ્પેન્સરી કેટલાય સમયથી બંધ કરી દેવામાં આવી છે. જે જગ્યા પર બાંધકામ હતું તે પણ દુર કરી દેવામાં આવ્યું છે. જો કે આ બાંધકામ દુર કરતા પૂર્વે મહાનગરપાલિકાએ આધુનિક ડીસ્પેન્સરી બનાવવાનો વાયદો પણ કર્યો હતો. દરમિયાન શહેરના શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ ડીસ્પેન્સરી બનાવી શહેરીજનોને ભેટ આપવા પ્રસ્તાવ મુક્યો હતો. જેને મહાનગર પાલિકા દ્વારા આજે સ્ટેન્ડીગ કમિટીની બેઠકમાં લીલી ઝંડી આપવામાં આવી હતી. શહેરના અગ્રણી અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ અને તેના પરિવાર દ્વારા સંચાલિત ટ્રસ્ટ દ્વારા જે તે જગ્યા પર આગામી સમયમાં આધુનિક ડીસ્પેન્સરીનું નિર્માણ કરવામાં આવશે. જેનું નામ જીતુભાઈ લાલના સ્વ. પુત્ર કેદાર (માધવ) લાલ પરથી નક્કી કરવામાં આવ્યુ છે. આ ડીસ્પેન્સરી તૈયાર થયા બાદ કેદાર લાલ સીટી ડીસ્પેન્સરી તરીકે ઓળખાશે,