આવો કાયદો ? શાંતિથી કરાતા આપના ધરણાને ધરાસાઈ કરી દેવાયું, આવો છે બનાવ

0
658

જામનગર અપડેટ્સ : જામનગર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ખેડૂતોના સમર્થમમાં ચાલી રહેલ આંદોલનને ટેકો આપી કેન્દ્ર સરકારના બીલનો વિરોધ કરવા આજે ધરણા કરી શાંત વિરોધ દર્શાવ્યો હતો. લાલબંગલા ખાતે કરવામાં આવતા ધરણા પર પોલીસે કાયદાના નામે દમન કર તમામ કાર્યકરોને ઉઠાવી લઇ અટકાયત કરી હતી અને ધરણાનો મંડપ તોડો પાડ્યો હતો.  

કેન્દ્ર સરકારના કૃષિ બીલ સામે હાલ ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. દિલ્લીના દ્વારે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. દેશભરમાંથી ખેડૂતો આંદોલનને સમર્થન કરી રહ્યા છે ત્યારે જામનગરમાં આમ આદમી પાર્ટીએ આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો. લાલબંગલા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો હાથમાં બેનર સાથે શાંતિપુર્વેક વિરોધ કરી રહ્યા હતા. ત્યાં પોલીસ બસ સાથે લાલાબંગલે પહોચી હતી.

આપના કાર્યકરોને ધરણા સ્થળ છોડી દેવાની સુચના આપ્યા બાદ પોલીસ રીતસરની સવાર થઇ ગઈ હતી. આપના કાર્યકરોને ધરાર ઉઠાવી બસમાં બેસાડી દીધા હતા અને ૨૧ કાર્યકરોની અટકાયત કરી લીધી  હતી.આ દમન ઓછું હોય તેમ પોલીસે ધરણાનો મંડપ પણ તોડી પાડ્યો હતો. લોકશાહીમાં સરકાર પોલીસને આગળ કરી લોકશાહીનું ગળું દબાવી રહી હોવાનો આપના કાર્યકરોએ આક્ષેપ લગાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here