અહી દારૂનું કટિંગ થતું હતું ત્યાં જ આરઆર સેલ ત્રાટકી, અધધ દારૂ મળી આવ્યો

0
947

જામનગર અપડેટ્સ : સુરેન્દ્રનગર જીલ્લાના થાન ખાતે એક કાઠી દરબારની વાડીમાં દારૂનું કટિંગ થતું હતું ત્યારે જ રેંજ પોલીસે દરોડો પાડી આઈસર ભરેલ વાહન સહિત અન્ય ત્રણ વાહનો અને ૬૬૨૪ બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે દારૂ અને વાહનો સહીત રૂપિયા ૪૬.૮૪ લાખનો મુદ્દામાલ કબજે કરી એક સખ્સને પકડી પાડ્યો હતો જયારે વાડી માલિક સહીત અન્ય અડધો ડઝન સખ્સોને ફરાર જાહેર  કરાયા છે.

સુરેન્દ્રનગર જીલ્લાના થાન નજીક તરણેતર જવાના રસ્ત્તે આવેલ દિલીપ બાવકુ કાઠી દરબારની વાડીએ દારૂ ભરેલ આઈસર આવી હોવાની અને અન્ય વાહનમાં દારૂનું કટિંગ થતું હોવાની આરઆર સેલ પોલીસને બાતમી મળી હતી જેના આધારે પીએસઆઈ એમપી વાળા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો જેમાં વાડી અંદર આઈસરમાંથી દારૂનું કટિંગ થતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસને જોઈ અન્ય સખ્સો નાશી  ગયા હતા જયારે તરણેતરનો લવજી ખમાણી નામનો સખ્સ પકડાઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી રૂપિયા ૨૭,૭૯,૮૦૦ની કિંમતનો ૬૬૨૪ નંગ દારૂ, એક આઈસર, ત્રણ યુટીલીટી સહીત ચાર વાહનો કબજે કર્યા હતા. પોલીસે દારૂ અને વાહનો સહિત રૂપિયા ૪૬,૮૪,૮૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આગામી સમયમાં ૩૧ ફર્સ્ટની પાર્ટીઓની ડીમાંડ પૂરી કરવા આ જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે વાડી માલિક અને અન્ય નાશી ગયેલ છ સખ્સોને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here