જામનગર : બેડ ગામે પતિએ પત્નીની હત્યા નીપજાવવાનો કર્યો પ્રયાસ, જાણો કારણ

0
916

જામનગર અપડેટ્સ : જામનગર નજીકના બેડ ગામે આજે સવારે પતિએ પત્ની પર હથોડીના ઘા ફટકારી હત્યા નીપજાવવાનો પ્રયાસ કરતા નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે. હાલ પરિણીતાને લોહી લુહાણ સ્થિતિમાં રાજકોટ ખસેડવામાં આવી છે. તબીબોએ મહિલાની હાલત અતિ ગંભીર ગણાવી છે. પતિ સામે હત્યા પ્રયાસ સબંધિત ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા સિક્કા પોલીસે તજવીજ હાથ ધરી છે.

જામનગર તાલુકાના બેડ ગામે આજે સવારે સલીમ સાટી નામના સખ્સે પોતાની પત્ની અફસાના ઉવ ૨૮ પર હથોડી વડે હુમલો કર્યો હતો. એકાએક ઉગ્ર બની પતીએ હથોડીના પાંચ ઘા માથાના ભાગે ફટકારી દેતા પત્ની લોહી લુહાણ થઇ ઢળી પડી હતી.આ ઘટનાને પગલે આરોપી નાશી ગયો હતો જયારે લોહી લુહાણ પરિણીતાને તાત્કાલિક અર્ધબેભાન હાલતમાં જામનગર ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે સિક્કા પીએસઆઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળ બાદ જીજી હોસ્પિટલ દોડી ગયો હતો. જો કે તબીબોએ તેણીની હાલત ગંભીર ગણાવી પ્રાથમિક સારવાર આપી હતી. તેણીની વધારે ગંભીર હાલતને લઈને રાજકોટ રીફર કરવામાં આવી છે. બીજી તરફ સિક્કા પોલીસે આરોપી પતિ સલીમ સામે આઈપીસી કલમ ૩૦૭ મુજબ ફરિયાદ નોંધી આગળની શોધખોળ શરુ કરી છે આરોપી પોલીસની હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે. પીએસઆઈ પરમારના જણાવ્યા અનુસાર ડ્રાઈવીગ કામ કરતા આરોપીના લગ્ન પાંચ વર્ષ પૂર્વે થયા હતા. આ લગ્નગાળા દરમિયાન દંપતીને ત્રણ વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. લગ્નજીવનના શરૂઆતના તબ્બકાથી આજ દિવસ સુધી પતી-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here