સુરત : વૈશ્વિક બીમારી કોરોનાએ વિશ્વમાં તબાહી મચાવી છે. આ મહામારીએ ગુજરાત સહિત દેશભરમાં કહેર વર્તાવ્યો છે. ગઈ કાલ સુધીમાં ગુજરાતમાં ૨૧૦૪૪ કેસની સામે ૧૩૧૩ દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. જોકે પોજીટીવ દર્દીઓ અને તેની સામેના મૃત્યુ દરમાં ભારતની સ્થિત અમુક અંશે ઓછી છે. પરંતુ દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધતું જ જાય છે. વૈશ્વિક મહામારીએ ગુજરાતને અજગરી ભરડામાં લઇ લીધુ છે. દરરોજ નવા નવા દર્દીઓનો વધારો થતો જાય છે. એક દર્દીએ ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ ડીસ્ચાર્જ થયા હતા. વાત છે સુરત શહેરની, જેમાં ગત મહીને કોરોનાના લક્ષણ જણાતા ગુલાબ હેડર ગુલાબ મુસ્તુજા શેખ ઉ.વ. 50 રહે જાપા બજાર તૈયાબી મોહલ્લો વાળાને ફેમીલી ડોક્ટરની સલાહ લીધી હતી. ડોકટરે તેઓને સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ દર્દીએ ગુલાબ હેડરએ ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓને પ્રતિબંધિત વોર્ડમાં દાખલ કરાયા બાદ પરિવાર ને મળવા પણ ન દેવાતા હતા. અહી સારવાર દરમિયાન દર્દીને માત્ર મોબાઈલ વીડિયો કોલીગથી વાત અને સંપર્ક કરતા હતા. એક માસ સુધી સારવાર લીધા આ દર્દીને હોસ્પિટલ પ્રસાસને તંદુરસ્ત થઇ ગયાનું જણાવી રજા આપી હતી. પરંતુ જેવા ડીસ્ચાર્જ થયા ત્યાં જ હોસ્પિટલ પ્રસાસને સારવાર પેટેનું બીલ દર્દીના સબંધીઓને આપ્યું. જેમાં એકાદ માસના સમયની સારવાર પેટે રૂપિયા 12 લાખ 25 હજારની આકારણી કરવામાં આવી હતી. બીલ જોઈ દર્દીના સબંધીઓ પણ વિસામણમાં મુકાઈ ગયા હતા.