બોર્ડમાં અવ્વલ આવી આહીર સમાજનું ગૌરવ વધારતી જાન્વી વસરા

0
1879

જામનગર : જામનગર આહીર સમાજના યુવા અગ્રણી અને યુવા ભાજપના જીલ્લા પ્રમુખ એવા સુરેશભાઈ વસરાની લાડલીએ આજે માતા-પિતા, પરિવાર અને સમાજનું જ નહી પણ રાજ્યભરનું નામ ઉજળું કર્યું છે. આજે ધોરણ દસનું પરિણામ જાહેર થતા જ વસરા પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ, કેમ કે પરિવારની દીકરી જાન્વીએ ૯૯.૯૯ પીઆર અને ૯૫ ટકા સાથે રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી યશસ્વી કારકિર્દી તરફ પ્રયાણ કર્યું છે. પોતાના આગવા અને મિલનસાર સ્વભાવથી આહીર સમાજના અગ્રણી એવા પિતા સુરેશભાઈ પણ આહીર સમાજ જ નહી પણ તમામ સમાજમાં માન ધરાવે છે. લાડલી પુત્રીને ભણતર બાબતે મેં ક્યારેય કોઈ સલાહ-સૂચન કર્યું હોય એવું જવલ્લેજ બન્યું છે કારણ કે પ્રથમ ધોરણથી જ દીકરી જાન્વી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતી આવી છે એમ જણાવી પિતા સુરેશભાઈએ દીકરીની સફળતાને વધાવી હતી. દીકરી જાન્વીએ પોતાની સફળતાને પોતાની કારકિર્દીનો પ્રથમ પડાવ ગણાવે છે. આગળ બી ગ્રુપ રાખી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લઇ ડોક્ટર બનવાની જાન્વીએ ગોલ સેવ્યો છે. નિયમિત મહેનત અને આયોજન સાથે ટેક્સ બુક પર ભાર દઈ, તમામ વિષયોને વિષયને અનુરૂપ પ્રાધાન્ય આપવામાં આવે તો ચોક્કસ સફળ થઇ સકાય છે એમ જાન્વીએ ભાવી વિદ્યાર્થીઓને સમજ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here