જામનગર : પતિને સગી સાળી સાથે ઓરડીમાંથી બહાર નીકળતા જોઈ ગઈ પત્ની, પછી થયું આવું…

0
989

જામનગર : જામનગર પંથકમાં પતિના સગી સાળી સાથેના અનૈતિક સબંધમાં પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. પતિને રંગે હાથે પત્નીએ પકડી લીધા બાદ પતીએ ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા શોકનું મોજું પ્રસરી ગયું છે.

સમાજમાં તમામ અનૈતિક સબંધનો અંત હમેશા કરુણ કે ભયંકર જ આવતો હોય છે. આવા અનેક સબંધોમાં અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે અનેક માસુમો નિરાધાર બની ગયાના બનાવો સમયાંતરે સામે આવતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ જામનગર તાલુકાના મોડપર ગામેથી સામે આવ્યો છે. જેમાં પેટનો ખાડો પૂરવા પરિવાર સાથે અહી ખેત મજુરી કરવા એક શ્રમિક પરિવાર આવ્યો છે. અહીના ખેડૂત જમનભાઈ પાંભરની વાડીએ રહી ખેત મજુરી કરતા આ પરિવારના મોભી નરસિહ અમરસિહ ડાવરીયા ઉ.વ. ૩૨ નામના યુવાનને તેની સગી સાળી સાથે અનૈતિક સબન્ધ બંધાયો હતો. પત્નીથી છુપા રહીને બાંધેલા સબંધનો ઘડો ગઈ કાલે ઉભરાઈ ગયો હતો. જેમાં ગઈ કાલે બન્ને એકસાથે વાડીની ઓરડી માંથી બહાર નીકળતા હતા ત્યારે નરશીની પત્ની બંનેને જોઈ ગઈ હતી. આ ઘટના બાદ રાત્રે બધાય સુઈ ગયા પછી નરસિહે ઓરડી પાસે આવેલ પીપડાના ઝાડની ડાળી સાથે દોરડુ બાધી ગળા ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવના પગલે પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. પંચકોશી એ ડીવીજન પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી  હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here