જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાલીયા ખાતે એક યુવાનને નગ્ન કરી ભરી બજારમાં ફેરવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે બંને સખ્સોની અટકાયત કરી લીધી હોવાની વિગતો જાણવા મળી છે.
જીલ્લાના વડામથક ખંભાલીયા ખાતે આજે સવારે એક ગજબનો કિસ્સો સામે આવ્યો હતો. ભર બજારમાં બે સખ્સોની વચ્ચે એક સંપૂર્ણ નગ્ન અવસ્થામાં જોવા મળ્યા હતા. બે બંધુઓની વચ્ચે સંપૂર્ણ નગ્ન હાલત બજારમાં ફરી રહેલ સખ્સને પરાણે ફેરવવામાં આવી રહ્યો હોવાની વિગતો સામે આવતા પોલીસની સાથે સભ્ય સમાજની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. સુત્રોનું માનવામાં આવે તો યુવાનને છેક જોધપુર નાકેથી નગ્ન કરી નગરના નાકે લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી પરત એજ રસ્તે જોધપુરના નાકે લઇ જવાયો હતો. શહેરના હાર્દસમા મુખ્ય માર્ગ પર સભ્ય સમાજના નાગરિકોએ સર્મ અનુભવી હતી. પોલીસ દફતર તરફ આગળ વધી રહેલ બંને સખ્સોને પોલીસે અર્ધ રસ્તે આંતરી લઇ પોલીસ સ્ટેશન લઇ જઈ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. સુત્રોનું માનવામાં આવે તો નગરના નાકે બંને સખ્સો જયારે યુવાનને લઇને નીકળ્યા ત્યારે પોલીસ સ્ટેશનની સામેં પોલીસ પણ મુક પ્રેક્ષક બની હતી. જો આ વિગતો સત્ય હોય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી હશે ? તેનો ચિતાર જોઈ સકાય છે. સુત્રોના જણાવ્યા અનુસાર યુવાન પોલીસ વિરુદ્ધ અરજીઓ કરવામાં આગળ પડતો રહેતો હતો એટલે તો પોલીસ મુક પ્રેક્ષક નથી બનીને ? એ પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ડીવાયએસપી ચોધરીના જણાવ્યા અનુસાર ખંભાલીયાના બે ભાઈઓએ ચંદુ રુડાચ નામના સખ્સને કોઈ પણ કારણસર નગ્ન કરી બજારમાં ફેરવ્યો છે જે સંદર્ભે આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાલ ચાલુ છે. બનાવ પાછળનું કારણ ફરિયાદ બાદ સામે આવશે.
જુઓ વિડીઓ…..અમારા ફેસબુક એકાઉન્ટ અને પેજ પર….જામનગર અપડેટ્સ અને jamnagar updets….પર