જામજોધપુર : મહિલા સરપંચ અને પતિ ભત્રીજાના લગ્ન કરવા બહારગામ ગયા ને તસ્કરો મોટો હાથ મારી ગયા

0
854

જામનગર અપડેટ્સ : જામજોધપુર તાલુકાના મેઘપર ગામના મહિલા સરપંચના બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કોઈ જાણભેદુ તસ્કરો દાગીના અને રોકડ તથા ટીવી સહિત રૂપિયા એક લાખનો મુદામાલ ચોરી કરી લઇ ગયાની ઘટના સામે આવી છે. મહિલા સરપંચ અને તેના પતી પોતાના કૌટુંબિક ભત્રીજાના લગ્ન પ્રસંગમાં સહભાગી બનવા ભાણવડ પંથકમાં ગયા બાદ રાત્રે બંધ રહેલ મકાનમાં ચોરી થઈ હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામજોધપુર પંથકમાંથી વધુ એક માતબર ચોરીનો  બનાવ સામે આવ્યો છે. જેમાં ગત તા. ૨૯/૧૧/૨૦૨૦ની રાત્રીથી સવાર સુધીના ગાળા દરમિયાન તાલુકાના મેઘપર ગામે રહેતા ભીખુભાઈ હરજીભાઈ શીલુ નામના ખેડૂતના ઘરમાં મોટો હાથ ફેરો થયાનો બનાવ સામે આવ્યો છે. કોઈ જાણ ભેદુ તસ્કરોએ ઘરના દરવાજાનુ તાળુ ફોર વ્હીલના ટાયરના બોલ્ટ ખોલવાના પાના વડે તોડી ઘરની અંદર પ્રવેશ કરી, જમણી બાજુ આવેલ રૂમમા રાખેલ અનાજ ભરવાની કોઠીમા હાથ અજમાવી રોકડા રૂ.૪૫,૦૦૦ તથા સોનાનો આશરે દોઢ તોલાનો ચેન કી.રૂ.૪૨૫૦૦ તથા રૂમમા રહેલ જુની સાડી નંગ-૯ તથા ઓસરીમા રહેલ ટી.વી. નંગ-૧કી.રૂ.૧૫,૦૦૦ સહીત કુલ રૂ.૧,૦૨,૫૦૦ની મતાની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે ભીખુભાઈએ અજાણ્યા તસ્કરો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવતા ઇન્ચાર્જ પીઆઈ વાય બી રાણા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

વૃદ્ધના પત્ની રમાંબેન હાલ મેઘપર ગામના સરપંચ છે. દંપતીના બે પુત્રો રાજકોટ સેટ થઇ ગયા છે અને એક પુત્રીના લગ્ન થઇ ગયા છે જે હાલ વિદેશમાં સેટ છે. પોતે બંને ગામડે રહી આઠેક વીઘા જેટલી ખેતી સંભાળી ખેતીકામ કરી રહ્યા છે. તા. ૨૯-૩૦ના રોજ ભાણવડ તાલુકાના રાણપર ગામે કૌટુંબિક ભત્રીજાના લગ્નમાં સહભાગી બનવા માટે વૃદ્ધ દંપતી ઘરને તાળું મારી રવાના થયા હતા. દરમિયાન બંધ પડેલ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાના પડોશીઓએ સમાચાર આપતા વૃદ્ધ પરત ગામડે આવ્યા હતા. અને ચોરી અંગે પોલીસને જાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here