જામનગર : તમેં જાણો છો રાજ્યમાં અજમાનું મુખ્ય માર્કેટ જામનગર યાર્ડ છે ? જાણો વિસ્તારથી

0
1099

જામનગર અપડેટ્સ : જામનગર માર્કેટિંગ યાર્ડ આ વખતે મગફળીની આવક અને ભાવને લઈને રાજ્યભરમાં અવ્વલ રહ્યું છે. પણ બીજી એક જણસીમાં પણ જામનગર યાર્ડ સૌથી આગળ છે. એ છે અજમો, આજથી જામનગર એપીએમસી ખાતે નવા અજમોની આવક શરુ થઇ છે. આજે ૧૪ ગુણીની નવી આવક થવા પામી છે. મગફળીના ભાવ બાદ જામનગર અજમાને  લઈને પણ રાજ્યભરના યાર્ડસમાં વિશિષ્ઠ સ્થાન ધરાવે છે.એ જે અજમાના ભાવની જાહેરાત, રાજ્યભરમાં અજમાનો ભાવ જામનગરથી બહાર પડે છે.

દિવાળીના તહેવાર બાદ જામનગર એપીએમસી ફરી ધમધમતું થયું છે. આ વખતે મગફળીના વિક્રમ જનકભાવને લઈને જામનગર યાર્ડ રાજ્યભરમાં છવાયેલ રહ્યું હતું. ત્યારે આજથી વધુ એક જણસીની આવક શરૂ થઇ છે. જેમાં અજમોનો સમાવેશ થાય છે. આજે જીલ્લાના બે ખેડૂતો ૧૪ ગુણી અજમો લઇ યાર્ડ પહોચ્યા હતા. આજે ખુલતી બજારે નવ અજમોના ભાવ પ્રતિ મણ રૂપિયા ૩૧૦૧થી માંડી ૪૦૦૧ સુધી બોલાયો હતો. યાર્ડના સેક્રેટરી હિતેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર અજમાને લઈને જામનગર યાર્ડ રાજ્યનું મુખ્ય બજાર છે. જામનગર યાર્ડમાંથી જ અજમાના ભાવ બહાર પડે છે જે અન્ય યાર્ડ અનુસરે છે અને એ મુજબ સોદાઓ થાય છે. આજે અન્ય જણસીમા મગફળીનો ભાવ પ્રતિ મણ રૂપિયા ૮૫૦થી માંડી ૧૩૪૫ બોલાયો હતો.આજે જામનગર યાર્ડ ખાતે કુલ ૬૧૪ ખેડૂતો જુદી જુદી ૧૮ જણસીઓ લઇ યાર્ડ પહોચ્યા હતા. કુલ ૫૯૧૬ ગુણીઓના સોદાઓ આજે થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here