જામનગર : આખરે જેની આતુરતા પૂર્વક વાલીઓ અને વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ દસમાંનું પરિણામ જાહેર થયું છે. જેમાં જામનગર જીલ્લાનું ધોરણ ૫૭.૮૨ ટકા અને દ્વારકા જીલ્લાનું ૬૩.૯૫ ટકા પરિણામ જાહેર થયું છે. બંને જિલામાં દ્વારકા જીલ્લાનું પરિણામ ૬ ટકા વધારે રહ્યું છે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે ધોરણ દસનું પરિણામ જાહેર કર્યું છે. રાજ્યનું કુલ પરિણામ ૬૦.૬૪ ટકા જાહેર થયું છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લના પરિણામ ગત વર્ષ કરતા ઘટાડો નોંધાયો છે. જામનગર જીલ્લાની વાત કરીએ તો ૧૫૮૨૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ૫૭ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ, ૬૫૬ વિદ્યાર્થીઓને એ-૨ ગ્રેડ, ૧૩૬૨ વિદ્યાર્થીઓને બી-૧, ૨૬૭ છાત્રો બી-૨માં પાસ થયા જયારે ૩૦૬૨-સી ૧ ગ્રેડ અને ૧૬૪૫ છાત્રોને સી-૨ ગ્રેડ, ૯૯ વિદ્યાર્થીઓને ડી-૨, ૩૦૩૭ વિદ્યાર્થીઓને ઈ-૧, ૩૬૩૭ છાત્રોને ઈ ૨ ગ્રેડ મળ્યો છે, જયારે ૯૧૪૮ ક્વોલીફાઈ નથી. આમ કુલ ૫૭.૮૨ ટકા પરિણામ જાહેર થયું છે જે ગત વર્ષ કરતા ૧૩ ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકા જીલ્લાની વાત કરવામાં આવેતો કુલ ૮૨૫૨ વિધ્યાથીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી જેમાંથી માત્ર બે વિદ્યાર્થી એ –વન ગ્રેડમાં ઉતીર્ણ થયા છે. જયારે એ-ટુ ગ્રેડમાં ૧૮૬, બી- વનમાં ૬૮૩, બી- ૨ ગ્રેડમાં ૧૪૫૪, સી- વનમાં ૧૯૬૯, સી- ટુમાં ૯૨૫, ડી- વનમાં ૫૮, ડી-રમાં ૧૨૮૯, જયારે ઈ-વનમાં ૧૬૮૬, અને ઈ-રમાં ૫૨૭૭ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. આમ જીલ્લાનું ૬૩.૯૫ ટકા પરિણામ જાહેર થયું છે જે જામનગર જીલ્લા કરતા ૬.૨૭ ટકા વધારે છે.
જામનગર જીલ્લાની કુલ શાળાઓ પૈકી ૨૫ શાળાઓનું પરિણામ ૧૦ ટકા નીચે આવ્યું છે, જયારે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી માત્ર ચાર છે. અને ૧૦ શાળાઓનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે. તાલુકા વાઈઝ પરિણામ જોઈએ તો ધ્રોલનું ૭૦.૮૨ ટકા, જામ જોધપુરનું ૫૪.૫૫, જામનગર સીટી ૫૦.૭૨, જામનગર ગ્રામ્ય ૬૪.૩૨ ટકા, કાલાવડ ૫૫.૫૭ ટકા, જોડિયા ૫૫.૦૮ ટકા, લાલપુરનું ૪૪.૦૧ ટકા, સિક્કાનું ૩૪.૫૪ ટકા, જાંબુડાનું ૪૪.૬૧ ટકા પરિણામ આવ્યું છે. એજ રીતે દેવભૂમિ દ્વારકા જીલ્લાનું સર્વાંગી પરિણામ જોઈએ તો ભાણવડ કેન્દ્ર્નું ૫૨.૫૧ ટકા , દ્વારકા ૬૩.૬૨ ટકા, રાવલ ૭૨.૩૩ ટકા, ખંભાલીયા ૫૯.૭૫ ટકા, મીઠાપુર ૫૩.૪૮ ટકા, ભાટિયા ૮૨.૧૯, કલ્યાણપુર ૭૭.૪૦ ટકા, નંદાણા ૭૦.૯૨ ટકા અને વાડીનાર કેન્દ્રનું ૪૭.૬૫ ટકા પરિણામ આવ્યું છે, જેમાં માત્ર દ્વારકા, રાવલ અને વાડીનારમાં જ ગત વર્ષ કરતા મામુલી વધારો થયો છે બાકીના કેન્દ્રોમાં એક થી બાર ટકાનો ઘટાડો થયો છે. જામનગરની જેમ પરિણામની ગણતરી કરીએ તો ઝીરો ટકા પરિણામ વાળી પાંચ શાળાઓ છે. જે ગત વર્ષે માત્ર એક જ શાળા હતી જેમાં ચાર શાળાઓનો વધારો થયો છે. જયારે ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું હોય એવી ત્રણ શાળાઓ છે.