જામનગ૨: તમારા ઘરમાં છે વૃદ્ધ? ધ્યાન રાખજો આવી વારદાત બની શકે છે.

0
722

જામનગર : જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં ફુલીયા હનુમાન મંદિર સામે આવેલ એક મકાનમાં આજે વહેલી સવારે દીવાલ ટપી આવી ચડેલ એક સખ્સે વૃદ્ધના ગળામાંથી સોનાના ચેઈનની ચીલ્ઝડપ કરી નાશી ગયો હતો. અજાણ્યા સખ્સની પોલીસે તપાસ હાથ ધરી છે.    પરંતુ  દરેક પરિવાર માટે આ કિસ્સો લાલબતીરૂપ છે.

જામનગરમાંથી સામે આવેલ બનાવની વિગત મુજબ, શહેરના ગુલાબનગર ફુલીયા હનૂમાનજીના મંદિર સામે રહેતા રામજીભાઈ નારણભાઈ નકુમ શનિવારે સવારે પોતાના ઘરે હતા ત્યારે વહેલી સવારે લગભગ પોણા છ વાગ્યા આસપાસના ગાળામાં હેલ્મેટ પહેરેલ એક સખ્સ આવી ચડ્યો હતો. ઘરની દીવાલ ઠેકી આવેલ સખ્સે વૃદ્ધની એકલતાનો લાભ લઇ ગળામાંથી દોઢ તોલા વજનનો આસરે ૬૦ હજારનો સોનાનો ચેઈન ઝુટવી નાશી ગયો હતો. આ બનાવના પગલે વૃદ્ધે રાડારાડી કરતા આરોપી તાત્કાલિક નાશી ગયો હતો. પોલીસે અજાણ્યા સખ્સ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ બનાવ સભ્ય સમાજમાટે લાલબતી રૂપ છે. કારણ કે એક માસ પૂર્વે ખોડિયાર કોલોની વિસ્તારમાં પણ આવો જ બનાવ બન્યો હતો ત્યારે વધુ એક બનાવ સામે આવતા એકલા રહેતા પરિવારમાટે અ બનાવ લાલ બતી રૂપી ચોક્કસથી કહી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here